તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના સુવચન ફ્લેટને પાલિકાએ નોટિસ ફટકારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદની પનઘટ રેસ્ટોરેન્ટ નજીક આવેલા સુવચન ફલેટને આણંદ નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ફલેટના રહીશો દ્વારા ગંદુ પાણી ખાળકુવાને બદલે રસ્તા પર છોડાતા ગંદકી ફેલાતી હોવાથી સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદો મળી હતી.

સુવચન ફલેટની નજીક રહેતા સ્થાનિક રહીશ દ્વારા આણંદ નગરપાલિકા ફરિયાદ કરાઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ ફલેટના રહીશો દ્વારા ગંદુ પાણી ખાળકુવામાં નિકાલ કરતાં નથી. તેના બદલે આ પાણી રોડ પર છોડાતા ગંદકી ફેલાય છે. આથી મચ્છરોનો ઉપદ્વવ વધી ગયો છે. જેના કારણે આસપાસના રહીશોને તકલીફો પડી રહી છે.

આ સંદર્ભે આણંદ નગર પાલિકાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુવચન ફલેટને નોટિસ ફટકારવામાં આવી છે. જો સાત દિવસમાં આ અંગે કોઇ પગલા નહી લેવાયતો ફ્લેટનો પાણીના બોરને સીલ મારી દેવામાં આવશે. આ ફલેટ ચાર માળના છે.

અન્ય સમાચારો પણ છે...