તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વહેરાના પાટિયા પાસે બસ લાકડા ભરેલાં ટ્રેકટરે અથડાઇ : 59 બચ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ - આણંદ માર્ગ પર વહેરાના પાટિયા પાસે ગત રાત્રિના આણંદ તરફથી મુસાફરો ભરી આવતી એસટી બસના ચાલકે બસ પુરપાટ અને ગફલતભરી રીતે હકારી બોરસદથી દેદરડા તરફ જઈ રહેલી ટ્રેકટરની ટ્રોલીને ટક્કર મારતા બસ રસ્તાની બાજુમાં આવેલા કાંસમાં ઢસડાઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી. જોકે, બસમાં બેસેલા 24 વિદ્યાર્થીઓ સહિત કુલ 59 જણાંનો ચમત્કારિક બચાવ થયો હતો.

વહેરાના પાટિયા પાસે આણંદથી 24 જેટલા વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને લઈ જતી એસટી બસના ચાલકે લાકડા ભરેલી ટ્રેકટરની ટ્રોલીને પાછળથી ટક્કર મારતાં બસના આગળના ભાગને નુકશાન પહોંચ્યું હતું. જ્યારે દરવાજનો ન ખૂલતા મુસાફરો અને વિદ્યાર્થીઓને ઇમરજન્સી દરવાજાથી બહાર નીકળ્યા હતા. જયારે ટ્રેકટરની ટ્રોલી ઉંધી પડતા ડ્રાઈવરને નહીંવત ઈજાઓ પહોંચી હતી.

સદ્દનસીબે બસ ઝાડ સાથે અથડાઈ નહીં તો....
બોરસદ આણંદ દાંડી માર્ગનું નવીનીકરણ કરતા મજૂરો વહેરાના પાટિયા પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાં ઝુપડીઓ બાંધીને રહે છે. ગતરાત્રે જે બસને અકસ્માત સર્જાયો તે બસ કાંસમાં ઉતરીને ખેતરના ઝાડ સાથે અથડાઈ હતી. તે ઝાડની પાછળની સાઈડ પર જ મજૂરો પોતાના પરિવાર સાથે સુઈ રહ્યાં હતા. જો આ ઝાડ ના હોત તો બસ મજૂરોના ઝુપડા પર ફરી વળી હોત અને મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

રાત્રિમાં લાકડાં ભરેલા ટ્રેકટર સામે વનવિભાગ નિષ્ક્રિય
બોરસદ તાલુકામાં લીલાં વૃક્ષો કાપેલા ટ્રેક્ટરો સવારના 5 થી 9 વાગ્યા સુધી અને સાંજના 6 થી 10 વાગ્યા સુધી બોરસદના માર્ગો ઉપર પુરપાટ ઝડપે જોવા મળે છે. રાત્રિના સમયે ટ્રોલી અને ઊંટલારીમાં લાઈટની કોઈ સુવિધા હોતી નથી. જેનાથી અકસ્માતો સર્જાય છે.

શુક્વારે મોડી રાત્રે આણંદ તરફથી મુસાફરો ભરી આવતી બસ બોરસદ તરફ જતાં લાકડાં ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે પાછળથી અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...