તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાણી-પીણીની લારીઓ દિવસે ઊભી રાખવાની મનાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગર શહેરના જાહેર માર્ગો પર ખાણી-પીણીની સહિતની લારીઓ દિવસે ઉભી રાખવાની મનાઇ ફરમાઈ છે. સાંજના 6 વાગ્યા પછી લારીઓવાળાને ધંધો કરવાની છૂટ આપવામાં આવી છે. જેને લઇને 100થી લઇને લારીઓવાળાની રોજી-રોટી છુનવાઇ છે. જેથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતો વિદ્યાનગર શહેર કૉંગ્રેસ પ્રમુખ ફકીરભાઈ મકવાણાએ કલેક્ટરને લેખિત રજુઆત કરી 7 દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વિદ્યાનગર શહેરના નાના બજાર, મોટા બજાર સહિત યુનિવર્સિટીના માર્ગો પર વહેલી સવારથી જ ખાણી-પીણીની લારીઓ સાથે નાના-મોટા વેપાર ધંધા કરતા લોકો લારીઓ લઇને ઉભા રહે છે. મોટાભાગની લારીઓ કોલેજ અને કોમ્પલેક્સની બહાર પાર્કિગના અવર-જવરના રસ્તા પર ઉભી રહેતી હોય છે. તેના કારણે ટ્રાફિકનો પ્રશ્ન ઉદભવતો હતો. તેને ધ્યાને લઇ વિદ્યાનગર પાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડી દિવસે લારીઓ નહીં ઉભી રાખવા જણાવ્યું હતું. અને છેલ્લા 4 દિવસથી પાલિકાએ અભિયાન ચલાવીને માર્ગો ઉપર ઉભી રહેલી લારીઓ દુર કરી છે. અને તેઓને સાંજના 6 વાગ્યા બાદ ઉભા રહેવા જણાવ્યું છે. જેના કારણે લારીઓાવાળાની રોજી-રોટી છીનવાઇ છે. તેને ધ્યાને લઇ વિદ્યાનગર શહેર પ્રમુખ ફકીરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, કોલેજો દિવસે ચાલુ હોય છે. ત્યારે લારીઓવાળાને રોજી-રોટી મળી રહે છે. સાંજના 6 વાગ્યા બાદ લારીઓ ઉભી રાખવાનો કોઇ અર્થ નથી.

ચોક્કસ જગ્યા ફાળવીને હોકર્સ ઝોન ઊભો કરાશે
વિદ્યાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર. વી. જોષીએ જણાવ્યું હતું કે, માર્ગોમાં અડચણરૂપ લારીઓ સાંજના 6 વાગ્યા સુધી ઉભી રાખવાની મનાઇ ફરમાવામાં આવી છે. જો તે અગામી દિવસોમા઼ લારીઓવાળા માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેઓની હોકર્સ ઝોન બનાવી જગ્યા ફાળવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...