Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14મા ધર્મજ ડેની નારી સમર્પિત થીમ સાથે ઉજવણી કરાઈ
ધર્મજ ખાતે નારી શકિતને ઉજાગર કરતી થીમ પર 14માં ધર્મજ ડેની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધર્મજની દીકરીઓ મહિલાઓનું વિશિષ્ય એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે 11 હજાર યુવક-યુવતી નામ સાથેની ડિજિટલ વંશાવલીનું લોન્ચિંગ કરવામા ં આવ્યું હતું.
ધર્મજ ગામ છેલ્લા 14 વર્ષથી ગામનો સ્થાપના દિન જુદી જુદી થીમ પર ધામધમૂક પૂર્વક ઉજવે છે. આ દિવસે ગામના તમામ લોકો તથા વિદેશમાં રહેતા ગામના એનઆરઆઇ પણ ખાસ હાજરી આપે છે.તેઓ ગામના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને દાનનો પ્રવાહ વહેવડાવે છે. દીપ પ્રાગટય સાથે શરૂ થયેલ આ કાર્યક્રમ માં ધર્મજ ના પોતાના એંથમ ગીત સાથે ગામ ની દીકરીઓ અને મહિલાઓ કે જેઓ એ સમાજ અને દેશ માટે વિશિષ્ટ કામગીરી કરી હતી તેમનું ધર્મજ ગૌરવ એવોર્ડ આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં તૃપ્તિ બેન પટેલ, જ્યોતિકાબેન પટેલ, ડો રૂપાંદે પટેલ તેમજ ડો ગૌરાંદે પટેલ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ધર્મજ ની વંશાવલીને ડીઝીટલ બનાવવા માં આવી હતી જેનું અશોકભાઈ પટેલ તેમજ ડો અમૃતાબેન પટેલે લોન્ચિંગ કર્યું હતું . લોન્ચિંગ કરેલ વંશાવલીમાં 11 હજાર ઉપરાંત લોકો ના નામ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વંશાવલીની ખાસિયત એ છે કે આમાં ગામની દીકરીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ના ધર્મજ ડે ની એક ખાસ વિશેષતા હતી કે નારી શક્તિ ને સમર્પિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન મહિલાઓ જ કર્યું હતું
સમાજ અને દેશ માટે કામ કરનારી મહિલાઓનું વિશિષ્ટ એવોર્ડથી સન્માન કરાયું
ધર્મજ ખાતે નારી શકિતને ઉજાગર કરતી થીમ પર 14માં ધર્મજ ડેની ઉજવણી કરાઈ હતી. ધર્મજની દીકરીઓ મહિલાઓનું વિશિષ્ય એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
સ્ત્રી ધરોહરને જાળવવી, એ સમાજની જવાબદારી છે
નારી શક્તિ સર્મપિત વિશેષ કાર્યક્રમમાં લેખિકા મેઘા જોશીએ જણાવ્યું હતુ કે, આખા વિશ્વની સૌથી મોટી ધરોહાર સ્ત્રીને સંરક્ષિત રાખવા,તેની જાળવણી કરવા અને એમનું સન્માન જળવાઈ રહે એની જવાબદારી સંસ્કૃતિ અને સમાજની છે. જે સમાજ કે પરિવાર સંવેદનશીલ છે એ વખતોવખત એમની પ્રથા અને રિવાજમાં કરેકશન કરતો રહે છે જેથી કોઈ એક વ્યક્તિ સાથે અમાનવીય વર્તન ના થાય. ધરોહર અઈતિહાસિક સ્થળ નહિ,સ્વભાવ,સંસ્કાર, શક્તિ અને સંસ્કૃતિની હોવી જોઈએ.વેદ,પુરાણ થી લઈ સ્વતંત્રતા સંગ્રામના ભારત ના ઇતિહાસની સ્ત્રીની વીદવતા,શૌર્ય અને આગવી ઓળખની ઝાંખી કરાવીને પરંપરા ના પરિવર્તન અંગે રસપ્રદ શૈલી માં વાત કરી. મેઘા જોશી, લેખિકા