ટ્રમ્પના સ્વાગત માટે ચરોતરને 20 હજારની ભીડ ભેગી કરવાનો ટાર્ગેટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત ટાણે ભવ્ય સ્વાગત થવાનું છે. તે માટે ચરોતરના ખેડા-આણંદ જિલ્લાને કુલ 20 હજારની ભીડ ભેગી કરવાના ટાર્ગેટ અપાયો છે. જે માટે આણંદ ખાતે 14મી ફેબ્રુઆરી અને ખેડા જિલ્લાની 16 થી 18 ફેબ્રુઆરીએ ભાજપ સંગઠનની બેઠકો યોજાશે.

નડિયાદ એસ.ટી ડિવિઝન ખાતે ખેડા- આણંદમાંથી એસ.ટી બસોનું બુકીંગ કરાશે. ભાજપ પ્રેરિત બન્ને જિલ્લાના સરંપચો, તાલુકા- જિલ્લા પંચાયતના સભ્યો ભીડ ભેગી કરવા માટે જરૂરી સૂચના અપાઈ છે. આણંદ જિલ્લાની 11 પાલિકાઓને પણ ટાર્ગેટ અપાશે. જેમાં આણંદ, વિદ્યાનગર, કરસમદનો સમાવેશ થાય છે. બન્ને જિલ્લાનો ટાર્ગેટ ઘણો મોટો હોવાથી જરૂર પડે તો આંગણવાડી બહેનો, પ્રાથમિક શિક્ષકો, પુરવઠા વિભાગના કર્મચારી અને અન્ય સરકારી કચેરીઓના કર્મચારીઓનો સંપર્ક કરાયો છે. આમ છતાં પણ જો ટાર્ગેટમાં કમી જણાય તો આણંદ–વિદ્યાનગર અને આસ-પાસના જિલ્લાની તથા નડિયાદ,ડાકોર સહિતના શહેરોની કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાત-ચીત ચાલી રહી છે. આણંદ જિલ્લાની 14મી ફેબ્રુઆરીએ ત્રણ કલાકે બેઠક યોજાશે.

અન્ય સમાચારો પણ છે...