સારોલમાં ટેમ્પી-બાઇકનો અકસ્માત થતાં પતિનું મોત, પત્ની ઈજાગ્રસ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના સારોલ ગામે રવિવાર સાંજે થ્રીવ્હીલ ટેમ્પીએ બાઈકને ટક્કર મારતાં દંપતિ ઘાયલ થયું હતું. જેમાં પતિને ગંભીર ઈજાને પગલે મોત થયું છે.

બોરસદ તાલુકાના સારોલ ગામે ગણેશપુરામાં રહેતા રમેશભાઈ જાદવ પત્ની કૈલાસબેન રવિવારે બાઈક લઈને રૂપાપુરા જવા નીકળ્યા હતા. દરમિયાન સારોલ ગામની ઓએનજીસીની ઓફિસ પાસે પીલોદરા રોડ ઉપર તેમના બાઈકને પાછળથી ટેમ્પીએ ટક્કર મારી હતી. જેથી બંને જણા રોડ ઉપર પટકાયા હતા. જેમાં રમેશભાઈ બેભાન થઈ ગયા હતા. તેમને આખા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કૈલાસબેનને બંને પગના ઢીંચણમાં અને જમણા હાથની કોણીમાં ઈજા થઈ હતી. ૧૦૮માં બંને ઘાયલોને બોરસદની શ્રદ્ધા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં રમેશભાઈને સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે કૈલાસબેનની સારવાર શરુ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...