તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યનારાયણ દેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે : આજના દિવસે દાનધર્મ અને પુણ્ય કમાવાનો અવસર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આખો દિવસ ધાબા પરથી ‘એ લપેટ...’ ‘કાયપો છે...’ની બૂમ સંભળાશે
ભાસ્કર ન્યૂઝ|આણંદ : મંકરસંક્રાતિ પર્વ એટલે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ચરોતરવાસીઓ સજ્જ થઇ ગયા છે. ત્યારે ચરોતરવાસીઓ માટે આનંદની વાત છે કે, ઉતરાયના દિવસે ચરોતર પંથક પર પવનદેવની મેહર રહેશે અને બંને દિવસ દરમિયાના 7 થી 9 કિમીની ઝડપે પવન ફૂકાશે તેમ કૃષિ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૂર્યનારાયણ દેવ ધન રાશિ છોડીને મકર રાશિ પ્રવેશે છે. મકરરાશિ પ્રવેશ હિન્દુશાસ્ત્રોમાં શુભ મનાય છે.આ દિવસે દાનપૂર્ણ કરવાનો મહિમા હોવાથી સવાર થી સાંજ સુધી ધાર્મિક સ્થળો પર દાતાઓ દ્વારા કપડા સહિત જીવન જરૂરીયાત વસ્તુઓનું દાન કરશે.ઉત્તરાયણના દિવસે એ કાપ્યો.... લપેટની ધૂમ શહેરમાં ચારેબાજુ જાવા મળશે. નાના અને મોટા મકાનો તથા અન્યત્ર જગ્યાઓ પર નાના બાળકોથી લઈને મોટા લોકો સુધી ભીડ જાવા મળશે.

બજારોમાં મોડી રાત સુધી ખરીદી
મકરસંક્રાતિના પ્રારંભ સાથે જ મંગળવારે ધનાર્ક કમૂર્હતાની પણ પૂર્ણાહુતિ થશે. ઉત્તરાયણના તહેવારને લઇ ચરોતરવાસીઓમાંભારે ઉત્સાહનો માહોલ જાવા મળી રહ્યો છે. ઊતરાયણના તહેવારને લઇ શહેરના વિવિધ માર્ગો અને વિસ્તારોમાં પતંગ-દોરીના સ્ટોલ્સ, મંડપો અને શામિયાણા ઉપરાંત ટોપી, ગોગલ્સ, પીપૂડા સહિતની આકર્ષક અને અવનવી ચીજવસ્તુઓ લઇને ફેરિયાઓ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળ્યા હતા, જે ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને યંગસ્ટર્સનું ખાસ ધ્યાન ખેંચતા હતા

નડિયાદ શહેરમાં ઉત્તરાયણને આડે બે દિવસ બાકી હોવા છતાં ખાસ કોઇ ઘરાકી ન હોવાના કારણે વેપારીઓ નિરાશ થવા લાગ્યાં હતાં.પરંતુ સોમવારની સવારનો સુરજ તેમના માટે ખુશીની પળ લાવ્યો હતો. શહેરની પતંગ બજારમાં સવારથી જ પતંગ રસીકોની ભીડ શરૂ થઇ ગઈ હતી. મોડી સાંજ સુધી મોડા ભાગના વેપારીઓએ પોતાની પતંગો વેચી હતી. આ ઉપરાંત એસેસરીઝ પણ એટલી જ મોટી સંખ્યામાં ખરીદી થતાં વેપારીઓ ખુશ થઇ ગયાં હતાં.

ઉત્તરાયણ પર્વે બીએપીએસ આણંદ સ્વામીનારાયણ મંદિરમાં સોમવારે ભગવાના પાસે પંતગોના કલાત્મક શણઘારથી સજાવામાં આવ્યાં હતાં.ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાંથી મોટીસંખ્યા હરિભક્તો ઉમટી પડ્યાં હતાં. તસવીર પકંજ પટેલ

અગાસીઓમાં ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ ડીજે મૂકી તૈયારી પૂર્ણ કરી
ઉત્સાહી પતંગરસિયાઓએ મંગળવારની મોડી સાંજથી જ ધાબાઓ, ટેરેસ અને છત પર મ્યૂઝીક સિસ્ટમ, સ્પીકર્સ અને લાઉડ સ્પીકર ગોઠવી દીધા હતા. મ્યુઝીક, ડાન્સ, ડીજેના તાલ અને ગીતોની ધૂમ વચ્ચે ઊતરાયણની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે.

પવનના લીધે 9 કે 12 તારનો માંઝા ચાલશે
આજે 7થી 9 કિમીની ઝડપે પવન ફૂકાશે

ચાંદેદાર જ નહીં, ઢાલ હશે તોપણ ઊંચે આકાશે પેચ લડાવી શકશો
5 કિમીની વધુ ઝડપે પવન હોય તો પતંગ ચગાવવા માટે પુરતો હોય છે. નાની પતંગો ચંગાગવા માટે 3 કિમીનો પવન પુરતો છે. પરંતુ આ વખતે દિવસ દરમિયાન 7 કિમી ઝડપે પવન ફુકાંશે .જેથી મોટી પતંગો પણ આકાશ ઉડી શકશે.

ચરોતરના બજારો છેલ્લી ઘડીએ પતંગરસિયાઓની ખરીદી ભીડ જામી
સોમવારની સંધ્યાએ પતંગરસિયાઓએ શહેરના વિવિધ પતંગ-દોરી બજારોમાં ખરીદી કરવા ઉમટી પડયા હતા.કેટલાક દિવસો સુધી સુસ્ત અને સૂના લાગતા બજારો કલાકોની ખરીદીના કારણે માનવમહેરામણરૂપી કિડિયારાથી જાણે ઉભરાયા હતા.

સૂર્ય ઉતર દિશામાં પ્રયાણ કરીને મકરરાશિમાં પ્રવેશે
જયોતિષ શાસ્ત્રીઓ માનવું છે કે, રાશીમાંથી બીજી રાશીમાં સ્થળાંતર કરે છે આ પ્રમાણે વર્ષમાં કુલ 12 સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાં સ્થળાંતર કરે છે ત્યારે ઉત્તરાયણ શરૂ થાય છે. કારણ કે આ સમય સૂર્ય પૃથ્વીની આજુ બાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિભ્રમણ થાય છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ખશે છે.

આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે : પતંગોનું આકાશીયુદ્ધ જામશે
નડિયાદ શહેર સહિત જિલ્લામાં આજે ઉત્તરાયણનું પર્વ હર્ષોલ્લાસથી ઉજવાશે
ભાસ્કર ન્યૂઝ | નડિયાદ

ખેડા જિલ્લામાં 14 અને 15 જાન્યુઆરીએ પતંગો ચગાવવાના ઉત્સવના પર્વ ઉતરાયણ અને વાસી ઉતરાયણની ધામધૂમ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. પતંગોના આ ઉત્સવ પ્રિય પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકોએ પતંગો અને દોરાની ખરીદી કરી લીધી છે. સોમવારે ઉતરાયણના આગલા દિવસે મોડી રાત સુધી નડિયાદ સહિત જિલ્લાભરમાં ખરીદી ચાલી હતી. મંગળવાર અને બુધવારે આકાશ રંગબેરંગી પતંગોથી છવાશે, પતંગો ચગાવી એકબીજાના પેચ કાપવા માટે આકાશી યુધ્ધ જામશે, અને એકબીજાની પતંગના પેચ કાપવા માટે બરાબરની હરીફાઇ થશે. એ કાપ્યો છેના નારાથી વાતાવરણ સતત ગૂંજતું રહેશે. પતંગ ચગાવવાની સાથોસાથ ધાબાઓ પર લાઉડ સ્પીકરના તાલે લોકો ઝૂમવાની પણ મજા લેશે. પતંગની સાથોસાથ આકાશી બલૂન (ફુગ્ગા) તથા બીજા રંગબેરંગી રમકડાં ઉડાડવાની પણ લોકો મજા માણશે. ખાસ કરીને બાળકો ફુગ્ગા ઉડાડવાની મજા લેશે. ઉતરાયણના પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટેની તૈયારી પૂર્ણ કરાઇ છે. જોકે હવે આધુનિક યુગમાં માત્ર પતંગો ચગાવવા પૂરતું જ સીમિત રહ્યું નથી. બલ્કે ધાબા ઉપર પરિવારજનો, સગાઓ અને મિત્ર મંડળની સાથે ખાણી પીણીની પણ લોકો મજા માણવા લાગ્યા છે.

નડિયાદની બજારમાં પતંગરસિકોની છેલ્લી ઘડીએ ખરીદી નીકળતા વેપારીઓ ખુશ

પારેવાંને ઇજા ન થાય, તે જોજો પતંગ ચગાવતા તકેદારી રાખજો
પતંગના પર્વની બેશક ઉજવણી કરવી જોઇએ પણ માનવ મજાનું આ પર્વ નિર્દોષ પારેવાઓ માટે સજા અને મોતનું પર્વ ન બને તેની કાળજી રાખવી પણ અત્યંત આવશ્યક છે. તેમને દોરી ન વાગે તેમજ જ્યાં ત્યાં પતંગના લચ્છા ન નાંખી પારેવાઓના અમૂલ્ય જીવની રક્ષા કરાય તે પણ ખૂબ જરૂરી છેે તેમજ ધાબા પરથી પતંગ ચગાગતી વખતે કે લૂંટતી વખતે પડી ન જવાય તેની તકેદારી રાખવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો