તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાનગરમાં વૃક્ષ પર દોરીમાં ફસાયેલી સમડીને બચાવી લેવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉતરાયણનો તહેવાર આવતાની સાથે પતંગ રસ્યા મોજ મનાવતા હોય છે ત્યારે પતંગની દોરી થી અનેક માનવ તથા અબોલ પક્ષીઓના જીવ જતા હોય છે ત્યારે આજ રોજ વિદ્યાનગર ખાતે આંબાના વૃક્ષ ઉપર પતંગની દોરીમા સમડી ફસાઇ જતા જીવ દયા પ્રેમીએ વલ્લભ વિદ્યાનગર નેચર હેલ્પ ફાઉન્ડેશનને જાણ આપતા તેમન વોલેન્ટિયર્સ દ્વારા પતંગની દોરીમા ફસાયેલ પક્ષીને કોઇ નુકશાનના થાય તે આ રેસ્ક્યુમાં વિદ્યાનગર નગરપાલિકની ક્રેનનો ઉપયોગ કરી ફસાયેલ પક્ષીને બચાવવામા આવ્યુ હતું. શરીર પરથી દોરીનો નિકાલ કરી પુનઃ ગગનમાં વિહરવા મુક્ત કરાઈ હતી.

નેચર હેલ્પ ફાઉન્ડેશન ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે,ફોન આવતાં સંસ્થાના સ્વયંસેવક મિત્રો ઘટના સ્થળે પહોંચી આ સમડી ને ઝાડ પરથી સલામત રીતે નીચે ઉતારી હતી.

પક્ષીપ્રેમીઓએ સમડીને દોરીમાંથી મુક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...