તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિલવાઇ ગામે 40 યુગલોનાં પ્રભુતામાં પગલાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ તાલુકાના સિલવાઇ ગામમાં હુસૈની યંગ કમિટી દ્વારા બીજો સમુહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નોત્સવમાં ૪૦ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.

સિલવાઇમાં ગત વર્ષ 20 યુગલોએ જોડાઇને સમુહ લગ્નની શરૂઆત કરાઇ હતી. આ વર્ષ 40 યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા હતા. સમુહ લગ્નમાં સમાજના દાતાઓ દ્વારા વિવિધ પ્રકારની ઘરમાં વપરાતી ઘર વપરાશની ૭૬ જેટલી વસ્તુઓ,ભેટ સોગાદો નવ દંપતીઓને આપવામાં આવી હતી. આ પ્રસંગે મેહમાને ખુશુસી અને તાજુરશરીયાના ખલીફા અલ્લામાં મુફતી અશરફ સાહબ (રતનપુર)એ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજના જમાનામાં લગ્ન પ્રસંગોમાં અનેક કુરીવાજો સાથે દહેજની પ્રથાથી દીકરીઓના પિતાઓ માટે લગ્ન એક મુશીબત સમાન બની જાય છે. ધર્મમાં લગ્નની રીત સાદાઇથી કરવાની હાકલ કરાઇ છે. નાના ગામમાં સમૂહ લગ્નના આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ખાસ ઉપસ્થિત આલીમોમાં ખલીફએ શૈખુલ ઈસ્લામ સૈયદ યાસીન બાપુ (સરખેજ), ખલીફ એ. શૈખુલ ઈસ્લામ સૈયદ અબ્દુલ કાદિર બાપુ (નાપા વાંટા), મૌલાના બશીર હાફેઝા, મૌલાના અલી હાફેઝા, મૌલાના શાહરૂખ હાફેજ, મૌલાના ઈલ્યાસ ખાન ઉપસ્થિત રહીને તમામ યુવક યુવતિઓને લગ્ન જીવન સફળ રહે તેવી દુઆ ગુજારી હતી. સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા હુસૈની યંગ કમિટીના સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...