તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ તાલુકાના ગાના ગામેથી જળ અભિયાન યોજનાનો પ્રારંભ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુજલામ સુફલામ જળ અભિયાન-2019નો આણંદ તાલુકાના ગાના ગામેથી તળાવને ઊંડુ કરવાનો સ્વામીનારાણ મંદિર, આણંદના સંત ત્યાગવલ્લભ સ્વામીની ઉપસ્થિતિમાં રાજયના બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિબેન પંડયાએ પ્રારંભ કરાવ્યો હતો.

આ યોજના અંતર્ગત વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિબેન પંડયાએ પાણી જ પ્રગતિનો આધાર છે. જો પાણી નહીં હોય તો વિકાસ અસંભવ છે. તળાવો ઊંડા કરવા, કાંસ-કેનાલોની સાફ-સફાઇ, ચેકડેમોનું ડિસીલ્ટિંગ અને વોટરશેડના મળી કુલ-656 જેટલા કામો સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળ અભિયાનમાં જનજનને શ્રમદાન, સમયદાનથી જોતરાઇને મહત્વનું યોગદાન આપી અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી. રાજયસભાના સાંસદ લાલસિંહ વડોદિયાએ સાંસદ ફંડમાંથી ગાના ગામના વિકાસ માટે રૂ. 5 લાખ આપવાની જાહેરાત કરી હતી. અંદાજે 10 મીલિયન લીટર પાણીની સંગ્રહશકિતનો વધારો થશે. કાર્યક્રમના પ્રારંભે બે મિનિટનું મૌન પાળીને શહીદોને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતાં. પ્રારંભમાં શંભુભાઇ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું જ્યારે રાજેન્દ્રભાઇએ આભારવિધિ કરી હતી. ગામના દાતાશ્રીઓ તરફથી તળાવને ઊંઙુ કરવાની કામગીરી બાદ તળાવનું બ્યુટીફીકેશન કરવા માટે દાનની સરવાણી વહેવાડવવામાં આવી હતી.

આણંદના સાંસદ દિલીપભાઇ પટેલ, પૂર્વ મંત્રી રોહિતભાઇ પટેલ, જિલ્લા અગ્રણી મહેશભાઇ પટેલ, જિલ્લા કલેકટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી અમિતપ્રકાશ યાદવ, ગામના સરપંચ અર્ચનાબેન પટેલ, ગ્રામ વિકાસ સમિતિના સભ્યઓ, આજુબાજુના ગામના સરપંચઓ, જિલ્લા-તાલુકાના અગ્રણીઓ, દાતાશ્રીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ સ્વામિનારાયણ મંદિરના સંત ત્યાગવલ્લભ સ્વામીએ ખાતમુહૂર્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો