• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand News Special Olympics Held By Charutra Health Mandal Karamsad 300 Divisions Children Participated In Different Sports 055509

ચારૂતર આરોગ્ય મંડળ, કરમસદ દ્વારા સ્પેશિયલ ઓલિમ્પિક્સ યોજાયો : 300 દિવ્યાંગ બાળકોએ જુદી જુદી રમતોમાં ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાતની આણંદ શાખા દ્વારા ચારૂતર આરોગ્ય મંડળ સંચાલિત કે. એમ.પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ ફિઝિયોથેરાપી શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદના સહયોગથી જિલ્લા રમતોત્સવ ૨૦૧૯ યોજાઈ ગયો. જેમાં 300 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો.

આ રમતોત્સવની શરૂઆત મશાલ રેલી દ્વારા કરવામાં આવી હતી. વર્લ્ડ સમર ગેમ્સના ખેલાડી રિક્ષત પટેલના હસ્તે મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. એક અઠવાડિયાના પ્રોગ્રામમાં આણંદ જિલ્લાની જુદી જુદી સંસ્થાના ૩૦૦ દિવ્યાંગ બાળકોએ સ્પેશ્યલ ઓલ્પિક્શમાં ભાગ લઈને વિવિધ રમતો જેવી કે વોલીબોલ, ફૂટબોલ, ટેબલ ટેનિસ, લોગ જંપ, દોડ હરિફાઈ વગેરેમાં ભાગ લીધો હતો. ફેશન શોમાં દિવ્યાંગ બાળકો સાથે ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ રેમ્પ વોક કરીને એક સંદેશ પૂરો પાડ્યો હતો. રાજ્યભરની ફિઝિયોથેરાપી કોલેજની ૮૦ જેટલી ટીમે આયોજિત ઈન્ટર કોલેજ ક્વિઝ પ્રોગ્રામમાં પણ ભાગ લીધો હતો

ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડો. હરીહરા પ્રકાશે જણાવ્યું હતું કે, ‘દિવ્યાંગ બાળકોને સ્વતંત્ર બનાવીને માનભેર જીવી શકે તે માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ. જેને માટે અમે દર વર્ષે સ્પેશ્યલ ઓલમ્પિક્સનું આયોજન કરીએ છીએ તથા હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોને સક્ષમ બનાવવા માટે ‘તત્રક્ષમ’ ક્લબ પણ ચલાવવામાં આવે છે. જેમાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો અને પુખ્તોને શારીરિક વિકાસ, વાંચવા, લખવા, બોલવાની, ગણિત ગણવાની સાથે સામાજિક અને કૌટુંબિક વિકાસ તથા વ્યવસાયિક નિપૂણતાની તાલીમ આપીને સ્વતંત્ર અને પ્રયત્નશીલ બનાવવામાં આવી રહી હોવાનું તેઓએ ઉમેર્યું હતુ. આ રમતોત્સવની સાથે સાથે ડો. આર. હરિહરાના નેતૃત્વ હેઠળ સ્પેશિયલ ઓલિમ્પિક્સ હેલ્થી એથલિટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કે.એમ. પટેલ ઓફ ફિઝિયોથેરાપી કોલેજ કરમસદના સહયોગથી ફન ફિટનેશ અને સ્પેશિયલ સ્માઈલ અંતર્ગત ખેલાડીઓની શારીરિક અને દાંતની તપાસ કરવામાં આવી હતી.

સમારોહમાં સ્પે. ઓલિમ્પિક્સ ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટના જોઈન્ટ સેક્રેટરી તથા મનોદિવ્યાંગ બાળકો તથા યુવકો ગુરૂકૃપા નિવાસી વિશિષ્ટ શાળાના નિયામક જિજ્ઞેશકુમાર ઠક્કર, કે.એમ. પટેલ ેઈન્સ્ટટ્યિૂટ ેઓફ ફિઝિયોથેરાપીના આચાર્ય ડો. આર. હરિહરા, સ્પે. ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સના સ્પેશિયલ એથલીટ રિક્ષત પટેલ તથા કોચ મહેન્દ્રસિંહ મંડોરા, સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાતના સ્પોર્ટ્સ મેનેજર મુકેશભાઈ ગોસ્વામી અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર ડો. ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.