Home » Madhya Gujarat » Latest News » Anand » Anand News - society will be committed to the re establishment of women39s protection and dignity 020504

સમાજ સ્ત્રી-સુરક્ષા અને ગૌરવની પુન: સ્થાપના માટે કટિબદ્ધ થાય

Divyabhaskar.com | Updated - Jan 13, 2019, 02:05 AM

Anand News - ઉમરેઠ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય દ્વારા ગૌરવ કૂચ યાત્રા નગરના વહેપારી મંડળ સહિત વિદ્યાર્થીઓ,...

  • Anand News - society will be committed to the re establishment of women39s protection and dignity 020504
    યુથ વીંગ રાજયોગ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન તેમજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ઉમરેઠ દ્વારા ચલો ચલે ગૌરવ પથ પર થીમ હેઠળ યુવા મહીલાઓના ગૌરવ માટે શનિવારે સવારે 9:00 વાગ્યે બ્રહ્માકુમારીઝ,પીસ પાર્કથી ગૌરવ કૂચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

    આ પ્રસંગે ઉમરેઠ બ્રહ્મકુમારી સંસ્થાના બ્ર.કુ.નીતાબેન, ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ મત વિસ્તારના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર વિશેષ ઉપસ્થીત રહ્યા હતા અને લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજયોગિની જાગૃતિબેને યુવાનોને સંબોધતા કરતાં જણાવ્યું હતું કે, સમાજના દરેક નાગરિકની ફરજ છે કે, સૌને સમદ્રષ્ટિથી સ્ત્રી પુરૂષના ભેદભાવ વિના આત્મગૌરવના પંથે આગળ વધે. સમાજ અને યુવાવર્ગ સ્ત્રી-સુરક્ષા અને ગૌરવની પુન સ્થાપના માટે કટિબધ્દ્વ થાય. ઉમરેઠ બ્રહ્માકુમારી કેન્દ્રના સંચાલક કું.નીતાબેનએ જણાવ્યું હતુ કે, પદયાત્રા ઉમરેઠ બ્રહ્માકુમારીઝ કેન્દ્રથી સવારે ૯ કલાકે શરૂ થઈ હતી જે જે નગરના વિવિધ વિસ્તારમાં ફરી ઉમરેઠ બ્રહ્મકુમારી કેન્દ્ર ખાતે સંપન્ન થઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ