Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૌશલ્ય વિકાસ મેળાથી સમાજને નવી દિશા મળશે: મિતેશ પટેલ
વર્તમાન સમયમાં સાત્વિક આહાર કે જે આરોગ્યની ર્દષ્ટિએ અમૂલ્ય છે. તેના પ્રદર્શન અને વેચાણ દ્વારા વિદ્યાર્થીઓ,વાલીઓ અને સમાજને એક નવી દિશા મળશે. તેમ સાંસદ મિતેશ પટેલ ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડી.એન. હાઇસ્કૂલમાં યોજાયેલ ચટકારો અને કૌશલ્ય વિકાસ મેળાને ખુલ્લો મુકતાં જણાવ્યું હતું.
સંસ્થાના મંત્રી કેતનભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણનો હેતુ માત્ર અભ્યાસક્રમ પૂરતો સિમિત બની ન રહે તે માટે દરેક વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિનો વિકાસ થાય તે માટે પૂરતું વાતાવરણ તૈયાર કરી જરૂરી સહયોગ આપવો તે અમારી સંસ્થાનો હેતુ છે. તેથી જ શાળાના વિદ્યાર્થીઓ માટે “પરફોમિંગ આર્ટસ એન્ડ ક્રાફ્ટ એકૅડમી’ દ્વારા નિશુલ્ક પરીક્ષણ અપાય છે. આજના આધુનિક રેડી ટુ યુઝ અને યુઝ એન્ડ થ્રોના સમયમાં વિદ્યાર્થીઓ પોતાની કલ્પના શક્તિના સહારે સર્જન કરેલ વિવિધ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફટ, જવેલરી, ગૃહસજાવટ, વૉલ પેઈન્ટિંગ વગેરે ચિજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ દ્વારા વિદ્યાર્થીઓની રચનાત્મક ક્રિયા શક્તિઓને નૈતિક પીઠબળ મળે તે માટે વાલીમિત્રો અને આણંદના નગરજનો પરિવારસહ આનંદ મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી.