તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ, વિદ્યાનગર, કરમસદ પર પોલીસની કન્ટ્રોલરૂમમાં બેઠા નજર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે વિશ્વાસ અને સાઈબર આશ્વત પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો છે. કન્ટ્રોલરૂમમાં બેઠા બેઠા આણંદ, વિદ્યાનગર, કરમસદ તથા જીઆઇડીસી વિસ્તારો પર ટ્રાફિક નિયંત્રણ અને ગુનાખોરી તત્ત્વો પર સીધી નજર રખાશે. તેમજ ભવિષ્યમાં આણંદ પંથકમાં ઇ-મેમો ચાલુ થાય ત્યારે સીસીટીવી કૅમેરા ઉપયોગી બનશે. આણંદ પંથકમાં 36 સ્થળો પર 237 કૅમેરા દ્વારા ચાંપતી નજર રાખાશે.

વિશ્વાસ(વીડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ એડવાન્સ સિક્યુરિટી પ્રોજેક્ટ) અંતર્ગત રાજ્યના 34 જિલ્લા મથકો, 6 યાત્રાધામા, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા કોલોની ખાતે સીસીટીવી કૅમેરા આધારીત ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમની સ્થાપના કરાઈ હતી. જેનું કેન્દ્રના ગૃહમંત્રી અમીત શાહે ગાંધીનગરથી ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે આણંદ ડીએસપી ઓફિસે પણ બનાવાયેલા વિશ્વાસ સેન્ટરને ખુલ્લું મુકાયું હતું.

આણંદ, કરમસદ, વિદ્યાનગર અને જીઆઇડીસી વિસ્તારમાં કુલ 36 જેટલા ઉભા કરાયેલા જંકશનો ઉપર 237 જેટલા કૅમેરા ફિટ કરાયા છે. તેનાથી હવે બાજ નજરો રખાશે. ડીએસપી ઓફિસ ખાતે ઉભા કરાયેલા કન્ટ્રોલરૂમ મારફતે ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ ગુનાઓના ભેદ ઉકેલવામાં આ સિસ્ટમ મહત્ત્વની સાબિત થનાર છે. આગામી દિવસોમાં આ કૅમેરાના માધ્યમથી ઇ-મેમો પણ મોકલવાનું ચાલુ કરવામાં આવનાર છે. હાલમાં ફકત ટ્રાફિક નિયમન અને ગુનાખોરીની પ્રવૃતિ ઉપર નજર રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો