તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

AC ખસેડી મોલમાં ઘૂસવા જતાં સાયરન રણકી તો તસ્કરો ભાગ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ-લાંભવેલ રોડ પર આવેલા રીલાયન્સ મોલમાં સોમવારે મોડી રાત્રિએ તસ્કરોએ એસી ખસેડીને અંદર ઘુસી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે, અચાનક સાયરન રણકી ઉઠતાં તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા આસપાસના સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા. આ બનાવની જોકે મોડી સાંજ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી.

આણંદ-લાંભવેલ રોડ સ્થિત સાંઈબાબા મંદિર સામે આવેલા રીલાયન્સ મોલમાં મધ્યરાત્રિએ ત્રાટકેલા તસ્કરોએ ઉપરના ભાગે આવેલા એસીને કાઢીને મોલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન, એ જ સમયે અચાનક સાયરન રણકી ઉઠી હતી. જેને કારણે તસ્કરો ફરાર થઈ ગયા હતા. દરમિયાન આગળની સાઈડે ફરજ પર રહેલા સિક્યોરીટી ગાર્ડને જાણ થતાં જ તેણે બનાવની જાણ પોલીસને કરી હતી. વધુમાં સાઈરનના અવાજને કારણે આસપાસના રહીશો પર જાગી ગયા હતા. પોલીસ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવી સમગ્ર મોલમાં તપાસ હાથ ધરી હતી પરંતુ કંઈ જ હાથ લાગ્યું નહોતું. હાલમાં આ બનાવ સંદર્ભે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી સઘન તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સાયરન વાગતાં ગાર્ડ સહિત અન્ય લોકો આવી જતાં તસ્કરો ભાગી છૂટ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો