વિદ્યાનગર નંદાલય હવેલી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાશે

ભાગવત સપ્તાહ દરમ્યાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાશે

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:02 AM
Anand News - shrimad bhagwat will be held at vidyanagar nandalal haveli 020220
આણંદ-વિદ્યાનગર નંદાલય હવેલી ખાતે13 થી 20 સુધી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાનાર છે.

વિદ્યાનગર નંદાલય હવેલીના 108 પંચમ પીઠાધીશ્વર મહારાજ વલ્લભલાલજી (કામવન)જણાવેલ કે, ગં. સ્વ. કમળાબેન ગોવર્ધનભાઈ પટેલ પરિવારના મનોરથ સ્વરૂપે 13 જાન્યુઆરીથી 20 સુધીમાં શ્રીમદ ભાગવદ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.ે ત્યારે હિરેનેભાઈ શાસ્ત્રી (ઉપલેટાવાળા) કથાનું રસપાન કરાવશે. નંદાલય હવેલી ખાતે બપોરે 1થી 5 કલાકે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દરમ્યાન 13જાન્યુઆરીના રોજ નૃિસંહ જન્મ, 17 જાન્યુઆરીના રોજ વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ (નંદ મહોત્સવ), 19મી જાન્યુઆરીના રોજ ગોવર્ધનલીલા, રૂક્ષ્મણી વિવાહ, 20મી જાન્યુઆરી રોજ સુદા ચરિત્ર, જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. આણંદ, વિદ્યાનગર, કરમસ સહિત આજુ-બાજુ વિસ્તારના વૈષ્ણવોને મોટી સંખ્યામાં લાભ લેવા અનુરોધ કર્યો છે.

X
Anand News - shrimad bhagwat will be held at vidyanagar nandalal haveli 020220
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App