Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શેઠે ઉપાડ ન આપ્યો, મેનેજરે આગ ચાંપી
આણંદ શહેરના લક્ષ્મી ટોકિઝ સામેના શ્રીમાન નામના કાપડના શો રૂમમાં ગત શનિવારે આગ લાગી હતી. જોકે શેઠે ઉપાડ આપવાનો ઈન્કાર કરતાં તેણે શેઠ, મારે તમારૂં કંઈક કરવું પડશે તેમ કહી બે દિવસ બાદ શો રૂમમાં આગ લગાવી દીધી હતી. જોકે, તેની સમગ્ર હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થતા શો રૂમના માલિકે શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આણંદ શહેરના લક્ષ્મી ટોકિઝની પાસેની અંબિકા સોસાયટીમાં વિપુલકુમાર કીર્તીલાલ શાહ રહે છે. તેઓ શ્રીમાન કાપડનો શો રૂમ ધરાવે છે. ગત શનિવારે સાંજે આઠ કલાકે તેમના શો રૂમમાં આગ લાગી હતી. આગની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરાતા લાશ્કરોએ પાંચ કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. દરમિયાન, બીજી તરફ બુધવારે આગ કેવી રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે શો રૂમના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં ફૂટેજમાં તેમના શો રૂમમાં ફરજ બજાવતો સંજયકુમાર શંકરરાવ શીર્શાઠ (રહે. તરસાલી, વડોદરા) દ્વારા આગ લગાડી હોવાનું ખૂલ્યું હતું. તેણે પોતાના એક હાથમાં મોબાઈલ તથા બીજા હાથથી ખિસ્સામાંથી કોઈ વસ્તુ કાઢી પડદા પર સ્પ્રે મારી આગ લગાડતો હોવાનું દેખાતું હતું. જેની સમગ્ર હકીકત તેમણે પોલીસને જણાવી હતી. પોલીસ સમક્ષ કબુલાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, કંપનીમાં રૂપિયા 71 હજાર તેના નામના બાકી પડે છે. ઉપાડ ન આપતા તેણે આગ ચાંપી હતી.
ઉપાડ ન આપતા શેઠને, મારે તમારૂં કંઈક કરવું પડશે તેમ કહી આગ લગાડી : મેનેજરની ધરપકડ
આણંદના શ્રીમાન શોરૂમના મેનેજરને અગાઉના 71 હજાર બાકી હોવાથી માલિકે ઉપાડ ના આપ્યો
અનિયમિતતાના પગલે માર્ચ મહિનામાં જ ન આવવા માટે કહી દીધું હતું
સંજયકુમારે શો રૂમમાંથી રૂપિયા દોઢ લાખની લોન લીધી હતી. પરંતુ તે અનિયમિત આવતો હોય તેને ફેબ્રુઆરી એન્ડમાં માર્ચ મહિના પછી ન આવવા માટે કહ્યું હતું. દરમિયાન, વિપુલકુમારના ભાઈ ભાવેશને તેણે બે થી ત્રણ દિવસમાં બાકી પડતાં નાણાંનો હિસાબ કરી દઈશ તેમ કહ્યું હતું. આમ, પાંચમી માર્ચે તેણે રૂપિયા દસ હજાર ઉપાડ માંગ્યા બાદ મનમાં વેર-ઝેર રાખી સાતમીના રોજ સાંજે અન્ય કર્મીઓ નીકળી ગયા બાદ તેણે આગ લગાડી હતી.