તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વિદશાબ્દિ મહોત્સવ પ્રસંગે સેમિનાર અને લઘુરૂદ્ર મહાયજ્ઞ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આયુર્વેદિક મેડીકલ સોસાયટી આણંદ દ્વારા આયુર્વેદ સંકુલ ખાતે માઘ પૂનમના દિવસે લઘુરૂદ્ર મહાયજ્ઞનું અને આયુર્વેદ સંકુલ આણંદના સંસ્થાપક વૈધ્યરાજ હરિનાથ ઝાના સાઇઠમા જન્મદિવસની ઉજવણી પ્રસંગે આધ્યાત્મ-આરોગ્ય વિશે સેમીનારનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે આણંદ પાલિકાના પ્રમુખ કાંતિભાઈ ચાવડા, ગુજરાત આયુર્વેદ બોર્ડનો ચેરમેન ડો. હસમુખ સોની, ઇન્ટરનેશનલ આયુર્વેદ એકેડમીના ચેરમેન ડો. સુભાષ રાનડે તેમજ વાઇસ ચેરમેન ડો. સુનન્દા રાનડે, અમદાવાદથી વૈધ્યરાજ બલદેવ પ્રસાદ પનારા, સરકારી વકીલ પ્રદીપ ઉપાધ્યાય તથા પ્રતિષ્ઠિત ડોકટરો, સામાજીક કાર્યકરોની સાથે ઉજ્જૈનથી પધારેલ મહામંડલેશ્વર અર્જુનદાસજી મહારાજ કુંભમેળામાં ખાસ કરીને વૈધ્યરાજ હરિનાથ ઝાને દેવાર્ષિ એવોર્ડની ઘોષણા પછી આશીર્વાદ આપવા પધાર્યા હતા.

નડિયાદ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રજનીકાન્ત જૈન, પ્રો. સોનલ ચન્દાવરકર, ડો. એસ. વી. પઠાણ, ડો. યશવંત પંડ્યા, ડો. રજનીકાન્ત કાથરાણી, ડો. ધન્વન્તરિકુમાર તથા ડો.નિધિબેને ,પરાગ જોષીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો