તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનપુર-તારપુરથી ઓવરલોડ રેતી ભરેલા 3 ડમ્પર જપ્ત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનપુર, પ્રાતપપુરા, આંકલાવડી, અહીમાં વિસ્તારમાં તથા તારાપુરામાં રીઝાં પંથકમાંથી પસાર થતી નદીઓમાંથી રાત્રીના સમયે ગેરકાયદે રેતી ખનન કરીને હેરાફેરી કરવામાં આવે છે.તેને રોકવા માટે ખાણખનીજ વિભાગ દ્વારા અવાર- નવાર પેટ્રોલિંગ કરવામાં આવ છે. ગુરૂવાર ખાનપુરમાંથી બે અને તારાપુરથી એક ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપી પડાયું હતું.

ખાણખનીજ વિભાગે રેતની હેરાફેરી અટકવા માટે અવાર નવાર નદીતટ પર આવેલા ગામોને જોડતાં માર્ગો ઉપર પેટ્રોલિંગ કરવામાં આવે છે. ગુરૂવારે પેટ્રોલિંગ દરમિયાન ખાનપુર વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરીને જતાં બે ડમ્પર ઝડપી પાડીને ખંભોળજ પોલીસ સ્ટેશને મુકવામાં આવ્યાં છે. તેવી જ રીતે તારાપુર પાસે પણ એક ઓવર લોડ રેતીનંું ડમ્પર ઝડપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...