તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખિસ્સામાંથી ફોન કાઢવા જતાં સ્કૂટરનું એક્સીલેટર એકાએક વધી ગયું, ટ્રેન સાથે ટકરાતા ચાલક ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્થિતિ-1

વાહન લઈ ટ્રેન સાથે ધડાકાભેર અથડાયો
શકીલ વ્હોરા ટ્રેનથી તદ્દન નજીક ઉભો હતો. તેની સાથે બીજા કેટલાક વાહનચાલકો પણ આ જ રીતે ફાટક નીચેથી પસાર થઈને ઉભા હતા. એ દરમિયાન તેનો મોબાઈલ રણકતા ખિસ્સામાંથી કાઢતી વખતે જમણા હાથે એક્સીલેટર વધુ અપાઈ જતાં પૂરઝડપે જતી ટ્રેન સાથે અથડાયો હતો.

સ્થિતિ-2

ટક્કરથી યુવાન ફંગોળાઈને દૂર પડ્યો
ગતિમાં રહેલી ટ્રેન સાથે અથડાતા તે વાહન સાથે જ ફંગોળાઈ ગયો હતો. જેમાં તેને માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા. તેમણે તુરંત જ 108 મારફતે તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો.

સ્થિતિ-3

અન્ય સમાચારો પણ છે...