તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પે સેન્ટર શાળા હાડગુડમાં શાળા રમતોત્સવ-2019 ઉજવાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પે સેન્ટર શાળા હાડગુડમાં શાળા રમતોત્સવ-2019ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટોટલ 450થી વધુ બાળકોએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. કુલ 210 વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર મહાનુભવોના હસ્તે આપવામાં આવ્યાં હતાં.

રમતોત્સવ દરમિયાન કોથડા દોડ, લાંબીકુંદ, ગોળાફેંક સહિતની રમતોનું આયોજન કરાયું હતું. જેમાં વિજેતા બનનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જનકલ્યાણ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખ મકસુદ ભાઈ એ બાળકોનો ઉત્સાહ વધે તે માટે તેમના દ્વારા મેડલ આપવામાં આવ્યા હતા. તેમજ ક્રેડિટ સોસાયટી હાડગુડ એ પણ મેડલ આપ્યા હતા. દાતા નીલાબેન ડાહ્યાભાઈ પટેલ ભૂતપૂર્વક શિક્ષિકા (હાલ USA) જેમણે પણ શાળામા બાળકોને પ્રોત્સાહન વધે તે હેતુથી શિલ્ડ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા. એક્સ આર્મી શેખ ઐયુબ ભાઈ કાસમ મિયાંએ શાળામાં 2100 રૂપિયા બાળકોને ઇનામ રૂપે આપ્યા હતા. તેમજ ગામના અગ્રણી એવા સૈયદ સબ્બીર અલી કાસમ શાળામા કમ્પ્યુટર માટે દસ હજાર રૂપિયાની માતબર રકમ આપી હતી. સંજીવની હોસ્પિટલ હાડગુડમા ડૉક્ટર સુરેન્દ્ર એલ. વર્મા દ્વારા શાળામા બે કમ્પ્યુટર ભેટ આપ્યા હતા. સર્વે દાતાઓનો એસ એમ સી તથા શાળા પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો.

રમતોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ મોઇનુદીન એફ. સૈયદ, ચેરમેન ધી હાડગુડ કો.ઓ.ક્રેડિટ સોસાયટી. લી. મુખ્ય મહેમાન હાજી ફકરુદીન. જે. સૈયદ મેનેજીંગ ડિરેક્ટર ધી હાડગુડ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી. ઉદઘાટક હાજી આરીફ અલી સૈયદ (રીયલ વાલા) તથા ધી હાડગુડ કો.ઓ. ક્રેડિટ સોસાયટી લી.ના ડિરેક્ટરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો