Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પતંગ ચગાવવાના આનંદની સાથે નિદોર્ષ પક્ષીઓનો જીવ બચાવીએ : R. G. ગોહિલ
ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઉત્તરાયણના દિવસે તેમજ અગાઉના દિવસો દરમિયાન પતંગ રસિકો દ્વારા પતંગો ચગાવવાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે પતંગ રસિકોને પતંગ ચગાવવાનો આનંદ માણવાની સાથે ગગનમાં વિહરતા નિદોર્ષ પક્ષીઓ ઘાયલ ન થાય અને તેઓનો જીવ બચાવવા જિલ્લા કલેક્ટર આર. જી. ગોહિલે જિલ્લાના પતંગ રસિકોને અનુરોધ કર્યો છે. કરૂણા અભિયાન-2020 અંતર્ગત જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓને તુરતજ સારવાર મળે અને તેઓનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લામાં કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર ગોહિલે તમામ સરકારી પશુ ચિકિત્સકો, વન વિભાગના કર્મીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સેવાભાવી યુવક મંડળો દ્વારા કરવામાં આવેલ આયોજનની સમીક્ષા કરી સારવારના અભાવે કોઇપણ પક્ષીનું મૃત્યુ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ સાથે તેમણે પતંગ રસિયાઓને પણ અપીલ કરી છે કે, જયારે પક્ષીઓનો ગગનમાં વિહરવાનો સમય હોય ત્યારે અને ખાસ કરીને સવારના 9 વાગ્યા પહેલાં અને સાંજના પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવાની અપીલ કરી છે. કોઇપણ જગ્યાએ ઘાયલ પક્ષી નજરે પડે તો હેલ્પ લાઇન નં.1962નો તરત સંપર્ક કરવા અથવા તો જાહેર કરવામાં આવેલ વિવિધ સંપર્ક નંબરો ઉપર જાણ કરી અબોલ પક્ષીઓના જીવ બચાવવાની કામગીરીમાં સહયોગ આપવા પણ અનુરોધ કર્યો છે. આ બેઠકમાં પશુપાલન વિભાગ, વન વિભાગના ચિકિત્સકો, અધિકારીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે હેલ્પ લાઇન નંબર
તાલુકો અધિકારીનું નામ ફોન.નં
આણંદ એ.એસ.પ્રજાપતિ, વન અધિકારી 9714808338
ડૉ.ભરત પટેલ પશુ દવાખાનુ 9428745239
ડૉ. પી.વી.પરીખ વેટરનરી કોલેજ 9879027547
આંકલાવ જે.આર.પટેલ, વન અધિકારી 9825282643
ડૉ. હર્ષ ઠાકર,પશુ દવાખાનું 9825516252
બોરસદ એ.જે.વાઘેલા, વન અધિકારી 9426323889
ડૉ. હિતેશ મકવાણા પશુ દવાખાનું 9879530596
ખંભાત ડી.એમ.ભી, વન અધિકારી 9924199141
ડૉ. કે.એલ.થાવાણી, પશુ દવાખાનું 9924165058
પેટલાદ વી.એમ.ઝાલા,વન અધિકારી 9998447836
ડૉ. ડી.જી.પટેલ,પશુ દવાખાનું 9428979145
સોજિત્રા વી.એે.ગોરડિયા,વન અધિકારી 9510492137
ડૉ. પંકજ ગાયકવાડ,પશુ દવાખાનું 9712442546
તારાપુર ડી. કે. મકવાણા, વન અધિકારી 7096729340
ડૉ. શાહીદ સૈયદ, પશુ દવાખાનું 9401397867
ઉમરેઠ ડી. કે. મકવાણા, વન અધિકારી 7096729340
ડૉ.સી.આર.પટેલ, પશુ દવાખાનું 9825788689