તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજાયમાં યુવકને માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદ તાલુકાના સંજાય ગામે 30થી 35 વર્ષના યુવકનો મૃતદેહ રવિવારે સવારે ઘરથી 200 મીટર દૂર અર્ધનગ્ન હાલતમાં એક ખેતરમાંથી મળી આવ્યો હતો. કોઇ અજાણ્યા હત્યારાઓએ યુવકને માથા ભાગે પથ્થર ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હતા. મહેદાવ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પેટલાદ તાલુકાના સંજાયા ગામે ઇન્દિરા કોલોની પાછળના ફળિયામાં મુકેશ પટેલ એકલો રહેતો હતો. 2 બહેનો પરિણીત છે. તે એકલવાયું જીવન જીવતો હતો. ક્લીનર તરીકે છુટક મંજૂરી કરી જીવન ગુજરાન ચલાવતો હતો. શનિવાર રાત્રે 1 વાગ્યાના અરસામાં બીડી પીવા માટે ઉઠ્યો હતો. બીડી પીતો પીતો ખેતરો બાજુ જતાં 1 વ્યક્તિ જોઇ ગયો હતો. જોકે રવિવાર સવારે ખેતરમાં જવા નીકળેલા લોકોએ મહાદેવ રોડ ઉપર આવેલા ચંદુભાઇ પટેલના ખેતરમાં મુકેશની લાશ જોઇ હતી. સરપંચે પોલીસ જાણ કરતાં મહેળાવ પોલીસ સ્થળે પહોંચી હતી. મુકેશનો મૃતદેહ અર્ધનગ્ન અવસ્થામાં પડ્યો હતો. માથામાં બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. તેની બાજુમાં એક પથ્થર પડ્યો હતો. તેમજ લોહીનું ખાબોચ્યું ભરાયેલું જોવા મળ્યું હતું. મુકેશ કુંટુંબીજનોને જણ થતાં તેઓ દોડી આવ્યા હતા.

પેટલાદના ડીવાયએસપી આર.એલ.સોલંકી સહિતના પોલીસ અધિકારીઓ સંજાયા ગામે દોડી ગયા હતા. અને હત્યાનો ભોગ બનનાર મુકેશ પટેલના માથાના ભાગે ઈજાઓ જોવા મળતા પ્રાથમિક નજરે જ બનાવ હત્યાનો જણાઈ આવતા મુકેશ પટેલના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...