સામરખા કેનાલમાં ટેન્કરો ભરી ઝેરી કેમિકલ ઠલવાતા પ્રદૂષણ

Petlad News - samarakha canal filled tankers filled with toxic chemicals pollution 031234

DivyaBhaskar News Network

Feb 11, 2019, 03:12 AM IST
આણંદ પંથકના સામરખા રાવળાપુરા બોરીઆવીમાંથી પસાર થતી પેટલાદ શાખાં છેલ્લા કેટલાંક દિવસથી મોડીરાત્રે કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ યુકત દુષિત પાણી છોડી જાય છે.તેના કારણે કેનાલનું પાણી દુષિત પાકને નુકશાન થવાની ભીંતી વર્તાઇ રહી છે.તેમજ પશુઓને પાણી પીવડાવવામાં આવે બિમાર પડવાની સંભાવના છે.તેને લઇને આ વિસ્તારની જનતામાં રોષ ભભૂકી ઉઠયો છે.

પેટલાદ શાખા કેનાલમાં છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે અજાણ્યા ટેન્કર ચાલકો દ્વારા ઝેરી કેમિક્લયુક્ત રસાયણનો નિકાલ કરતા હોવાની ફરિયાદ વધવા પામી છે. સિંચાઈ ખાતુ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગંભીરતા પૂર્વક આ અંગે તપાસ હાથ ધરીને લોક આરોગ્ય સામે ચેડાં કરતા તત્વો સામે નિષ્ક્રિયતા દાખવી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. જેના કારણે એક-બે દિવસના અંતરે રાત્રિના સમયે કેનાલના પાણીમાં રસાયણયુક્ત ઝેરી કેમિક્લનો નિકાલ કરવાનો સિલસિલો યથાવત છે.

આ કેનાલમાં ટેન્કર ચાલકો દ્વારા ગત સોમવાર રાત્રે તેમજ એક દિવસ બાદ બુધવારની રાત્રે પુન: કેમીક્લ જથ્થો નાંખવામાં આવ્યો હતો. સ્થાનિક ખેડૂત વિનુભાઈ પરમારના જણાવ્યા મુજબ અગાઉ કેનાલમાં નિકાલ કરાયેલ કેમીકલ આછું રતાશ રંગનું હતું. પરંતુ શનિવાર સવારે વહેતા પાણીમાં કેમીકલ ઘેરા લીલા રંગનું હતું.

આસપાસના ગામોમાંથી અહીં નંખાય છે

ઠાસરાના કાલસરથી ઢુણાદરા, ખાખણપુર, ભરોડા, દેવરામપુરા તરફથી રાત્રીના સમયે પાણીમાં કેમીકલનો નિકાલ કરવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ કેટલાક ખેડૂતોની અવર-જવર વધતા ટેન્કર ચાલક ત્યાંથી પલાયન થઈ ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જયેશ પરમાર, ખેડૂત

X
Petlad News - samarakha canal filled tankers filled with toxic chemicals pollution 031234
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી