તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહારા સોસાયટીને વ્યાજ સાથે થાપણ ચૂકવવા આદેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ શહેરમાં નહેરુ રોડ ઉપર આવેલી સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટીએ થાપણદારને તેઓની 80 હજારની થાપણની રકમ 9 ટકા વ્યાજ સાથે ચુકવી આપવા અને માનસિક ત્રાસ અને ફરિયાદ ખર્ચ પેટે અલગથી વળતર ચુકવવા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આદેશ આપ્યો છે.

આણંદ શહેરમાં આણંદ-ભાલેજ રોડ ઉપર બ્રીજ પાસે આવેલ અમીના મંઝીલમાં રહેતા કોસરબાનુ ઉસ્માનગની દિવાને તા.12-09-2014ના રોજ સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટીમાં જુદી જુદી થાપણો મુકી હતી. તેમજ તેમના પતિ ઉસ્માનગની દિવાનના નામે તા.30-08-2014ના રોજ બે થાપણો મુકી હતી. જેઓની પાકતી તા.12-09-2017ના રોજ 1 લાખ રૂા.ની રકમ લેવાની નીકળતી હતી પરંતુ ત્યારબાદ સહારા યુનિવર્સલ સોસાયટી દ્વારા આ રકમ ચુકવવામાં નહી આવતાં કોસરબાનુ ઉસ્માનગની દિવાને આણંદની જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં દાદ માંગી હતી.

1લાખ રૂા.ની રકમ વ્યાજ સહિત પરત મેળવવા ફરિયાદ કરી હતી. જે અંગે સુનાવણીના અંતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા કોસરબાનુ દિવાનને 80હજાર રૂા. ની થાપણની રકમ ફરિયાદ દાખલ કર્યાની તારીખથી રકમ વસુલ થતાં સુધી વાર્ષિક 09 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવા તેમજ માનસિક ત્રાસ પેટે 3 હજાર રૂા.નું વળતર અને ફરિયાદ ખર્ચ પેટે 1500રૂા.નું ખર્ચ ચુકવી આપવા સહારા યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટીના સંચાલકોને આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...