Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
RTO કચેરી-ટ્રાફિક વિભાગ દ્વારા સલામતી સપ્તાહ શરૂ
જિલ્લા ટ્રાફિક વિભાગ અને આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ નવી બનેલી આરટીઓ કચેરી ખાતે કરાયો છે. પ્રથમ દિવસે વાહનચાલકોને રીફલેકટર, હેડલાઇટ, વાહન ચલાવતી વખતે શું ધ્યાન રાખવું તે અંગેની જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે ટ્રાફિકના નિયમો અને સાવચેતી અંગે લોકોને જાણકારી મળે તે માટે આરટીઓ અને ટ્રાફિક વિભાગ દ્વારા સ્લોગનવાળી પતંગોનું વિતરણ કરવામાં આવશે. જેથી આકાશમાં ટ્રાફિક નિયમના સ્લોગનો સાથેની પતંગો ઉડતી જોવા મળશે.
આણંદ તાલુકાના બેડવા ગામે શનિવારે નવી આરટીઓ કચેરી ખાતે માર્ગ સલામતી સપ્તાહના પ્રથમ દિવસે મીટીંગ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાહનચાલકોને અકસ્માત નિવારણ સહિત વાહનની પાછલ રીફલેકટર લગાવવા,વાહનોની બ્રેક લાઇટ વગેરેની જણાકારી આપવામાં આવી હતી. રોડ સ્ફેટી અને સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે એ.આર.ટી.ઓ અધિકારી નિમીષા પંચાલ તથા ટ્રાફિક વિભાગના અધિકારીઓમાં એસ.એ.પટેલ, કમલભાઇ , ચિરાગભાઇ સહિત નગરજનોમાં મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.