તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધનાની ખામીથી અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે: અવિચલદાસજી મહારાજ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનુષ્યની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા શા માટે ઘટતી હોય છે ? તેમની ધાર્મિક આધ્યાત્મિક ક્રિયા નિષ્ફળ જતી હોય છે? આવા પ્રશ્નો ઘણાને મૂંઝવે છે. આવા પ્રશ્નોનો ઉત્તર એ છે કે ચિંતાગ્રસ્ત અને રાગદ્વેષ ધરાવતી કોઇપણ ધાર્મિક, આધ્યાત્મિક ક્રિયા સફળ થતી નથી. આવી વ્યક્તિ ભલે ધાર્મિક અનુષ્ઠાન, વ્રત તીર્થ, કે પૂજાપાઠ કરતી હોય પરંતુ એ બધુ ઉપર છલ્લુ રહેતું હોય છે. હૃદયમાં ઊંડે ઉતરતુ નથી. અને આના પરિણામે મનુષ્યોની ધર્મ પ્રત્યેની શ્રદ્ષ ઘટતી જાય છે. એમ આચાર્ય અવિચલદાસજી મહારાજે જ્ઞાન શિબિરના ચોથા દિને શ્રોતાથી ભરચક સભાગૃહમાં જણાવ્યું હતું.

અવિચલદાસજી મહારાજ સાધુદીક્ષા સુવર્ણ જયંતી મહોત્સવના ભાગરૂપે યોજાયેલી જ્ઞાન શિબિરમાં વધુમાં જણાવ્યું હતું કે સાધનાની ખામીને કારણે અનુષ્ઠાનો નિષ્ફળ જતા હોય છે. શાંતિ પ્રાપ્ત થતી નથી.એટલે આ જીવન શાંતિ પામવા માટે માણસે પોતાના વિચારોમાં, વ્યવહારમાં વૃતિમાં પરિવર્તન કરવું જોઇએ. પરમગુરુ શ્રીમત કરુણાસાગર મહારાજ કહી ગયા છે કે જેને આજીવનમાં શાંતિ મળે, તેને પરજીવનમાં મુક્તિ મળી છે.

બિનજરૂરી તૃષ્ણચઓ, પદાર્થ પ્રત્યેના આકર્ષણો, દેખાદેેેેખી ધરાવતા આચરણ અનેુ વ્યવહાર વગેરે બંધ કરી મહાપુરુષોના આદેશ અને ઉપદેશ પ્રમાણે જીવનને વ્યવસ્થિત કરવું જોઇએ. જે માર્ગ પર મહાન પુરુષો જીવન જીવ્યા હોય તેમનું અનુકરણ કરવું જોઇએ. ફેશનના નામે કે આધુનિક બનવાના નામે લાભાલાભનો વિચાર કર્યા વિના આપણે જે અનુકરણ કરી રહ્યા છીએ. એ આપણી ભૂલ છે. ભારતીય જીવન પદ્ધતિ સંપૂર્ણ માનવજાતના કલ્યાણ માટે, પર્યાવરણની રક્ષા માટે, જીવસૃષ્ટિના સંવર્ધન માટે બનેલી છે. એ અંગેના ઊંડા ચિંતનની જરૂર છે. એ ચિંતનને શાંતિથી સાંભળવાની એને વ્યવસ્થિત અનુસરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો