તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રી પર્વે જિલ્લાનાં શિવ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિવરાત્રી પર્વના હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લાભરના શિવમંદિરોમાં મહાશિવરાત્રિ પર્વની તડામાર તૈયારીઓ અત્યારથી આરંભી દેવામાં આવી દીધી છે. આણંદ ધર્મેશ્વર મહાદેવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફુલોની કલાત્મક ફુલવાડીનું આયોજન કરાયું છે.

આણંદ ટાઉન હોલ પાસે આવેલ ઓમકારેશ્વર મંદિર ખાતે 4થી માર્ચે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરાશે. સવારે 5.30 કલાકે પ્રાત: આરતી, 6 કલાકે શિવજી પધરામણી, બપોરે 12 કલાકે મધ્યાહન આરતી, 3 કલાકે શોભાયાત્રા, સાંજના 7 કલાકે આરતી, રાત્રે 9 કલાકે ચાર પ્રહાર પૂજા, સાંજે 6 થી 8.30 કલાકે ફુલવાડી દર્શન અને રાત્રે 12 કલાકે મધ્યાહન આરતીનું આયોજન કરવામાં આવેલ છે.

આણંદ જાગનાથ મહાદેવ ખાતે સવારે 10 કલાકે શિવજીની નગરયાત્રા અને રાત્રી પૂજા સહિત સવારે 5 કલાકે આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આણંદ શ્રીકાબ્રેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રી પર્વના દિને સવારે 9 થી 12 કલાકે ચાર પહોર મહાપુજાનું આયોજન કરવામાં આવેલ છે.

બપોર ચાર કલાકે શિવજીની નગરયાત્રા રૂદ્રાભિષેક સહિત જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. આણંદ શહેરમાં આવેલ લોટેશ્વર મહાદેવ, કામનાથ મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રી પર્વે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે. જિટોડીયા વૈજનાથ મહાદેવ, વલેટવા મહાદેવ મંદિર, કાસોર, ભાલેજ, સહિત જુદા જુદા ગામડાઓમાં શિવ મંદિરોમાં શિવરાત્રી પર્વની ઉજવણીની અત્યારથી જ તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો