મહિલાઓ માટે થલસેનામાં જોડાવવા ભરતીમેળો યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ માટે થલસેનામાં જનરલ ડ્યુટીમાં સોલ્જર તરીકે જોડાવવા માટે સોનેરી તક રુપે ભરતી મેળાનું આયોજન કરાયું છે. જેની શૈક્ષણિક લાયકાત ઘો-10 પાસ 45 ટકા સાથે ) જેમાં દરેક વિષયમાં 33 ટકા મેળવેલ હોય તેમજ ઉ.વ 17થી 21 વર્ષ સુધીની હોય તેવી 100 મહિલાઓની ભરતીમેળામાં પસંદગી કરવાનું આયોજન કરાયું છે. જેમાં 8મી જૂન સુધીમાં www.joindianarmy.nic.in સાઇટ પર મહિલા ઉમેદવારો અરજી કરી શકશે.

ભરતી પસંદગી પ્રક્રિયાના માપદંડોમાં ઉંચાઇ 142 સે.મી.,વજન 45 કિ.ગ્રા રાખેલ છે. જેમાં વર્તમાનમાં ફરજ બજાવતા સૈનિકનાં પુત્રી, ભુતપુર્વ સૈનિક પુત્રી, યુદ્ધમાં શહીદ થનાર સૈનિકનાં પત્ની તથા યુદ્ધમાં શહીદ થનાર સૈનિકના પુત્રીને છુટછાટનો લાભ મળશે. જેની શારિરીક કસોટીના ભાગરુપે 1600 મીટર દોડ ગ્રુપ-1 (7 મિનિટ અને 30 સેક્ન્ડ), તેમજ ગ્રુપ 2 (8 મિનિટ)માં પુર્ણ કરવાની રહેશે. તેમજ એડમિટ કાર્ડમાં લેખિત કસોટીનું સ્થળ, તારીખ, સમય જણાવાશે. જેની વિગતમાં www.joindianarmy.nic.in સાઇટ ઉપર ઉપ્લબ્ધ છે. આ ભરતી અંગેના સંભવિત સ્થળોમાં અંબાલા, લખનૌ, જબલપુર, બેંગ્લોર અને શિલોંગ રહેશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, આણંદમાં સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...