તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાસનોલ ગામની પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ તાલુકાના રાસનોલ ગામે રામપુરા બંગલોમાં રહેતી 24 વર્ષીય પરિણીતા અર્પિતાબેન મિનેશભાઈ પઢીયારે શનિવારે સવારે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગેની જાણ પરિવારજનોને થતાં તેમણે તુરંત જ તેને સારવાર માટે સારસા સી.એચ.સી. ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબી તેને મૃત જાહેર કરી હતી. મૃતકના લગ્ન સાત મહિના અગાઉ જ થયા હતા. મૃતક પાસેથી કોઈ અંત્તિમચિઠ્ઠી મળી નથી. જેને કારણે હાલમાં તેના આત્મહત્યાનું રહસ્ય ઘુંટાયેલું છે. ખંભોળજ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...