કોન્સ્ટેબલ લાંચના 39,500 સાથે પકડાતાં PSI રફુચક્કર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ તાલુકાના જુનાપાણી ગામે 20 નવેમ્બરે ફાયનાન્સ કંપનીના જયેશ દામા પાસેથી રોકડા 1,74,313 રૂપિયાની લુટ થઇ હતી. આ વખતે આગાવાડા ગામનો ભગા માલીવાડ નામક લુટારુ જે તે સમયે જ આણંદથી ચોરી કરેલી બાઇક સાથે પકડાતા અન્ય ત્રણ લુટારુના નામ ખુલ્યા હતાં. કતવારા PSI આર.આર રબારીએ ઇટાવા ગામના વાંદરિયા ફળિયાના પંકેશ સંગાડિયા અને શંકર સંગાડિયાની પણ ધરપકડ કરી હતી. તપાસ વેળા માર નહીં મારવા માટે લુટારુઓના કાકા પાસેથી 40 હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

શુક્રવારે નક્કી થયા મુજબ કતવારા પો.મથકની બહાર હાર્દિક બારિયા નામક કોન્સ્ટેબલે PSI રબારી વત્તી 39500 રૂપિયા સ્વિકારતા છોટાઉદેપુર ACB પીઆઇ એન.એલ પાંડોર સહિતના સ્ટાફે ટ્રેપ કરતાં PSI રબારી તક જોઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે પીએસઆઇ રબારી અને કોન્સ્ટેબલ હાર્દિક સામે રાત્રે ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...