તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રગટ હરીકથા અમૃત જેવી છે : કૃષ્ણપ્રિય સ્વામી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગવાન સ્વામિનારાયણનો 238મો પ્રાગટ્યોત્સવ ઉપક્રમે આણંદ અક્ષરફાર્મ ખાતે શ્રી હરિ પર્વ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કિર્તન આરાધના કથા પર્વ પ્રસંગે સ્વામિનારાયણ ચરિત માનસ ગ્રંથ પર કૃષ્ણપ્રિય સ્વામીએ પ્રવચનમાં જણાવેલ કે, આધિ, વ્યાધિ-ઉપાધિના વિવિધ તાપમાં જીવને શાતા આપે છે. પ્રગટ હરિ કથા અમૃત જેવી છે.

વધુમાં કૃષ્ણપ્રિય સ્વામીએ જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું શ્રવણ કરવામાં આવે તો ભવરોગ જન્મ મરણનો રોગ મટી જાય છે. પંડીત ઓમકારનાવ જેવા મહાન સંગીતકારોએ સ્વામિનારાયણ સંતોના રચનાઓને નવાજી છે. સંગીત દ્રષ્ટિએ તો એ પદોમાં સત્ય હતું. પરંતુ પ્રત્યક ભગવાનના દિવ્ય સ્વરૂપ, તેમના સામર્થ્ય, મહિમાનું એ પદોમાં ગુંથાયેલું હોઇ આજે 200 વર્ષ પછી પણ એ રચનાઓ આદ્વિતિય લાગે છે. આ પ્રસંગે આણંદ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગવતચરણ સ્વામી રસીકવિહારી સ્વામી, ડો. બી. જી. પટેલ, કે. જી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 14 એપ્રિલના રોજ રાત્રે 10 કલાકે શ્રહરિ પ્રાગટ્યોત્સવ આરતી (આણંદ મંદિર) ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસીય શ્રીહરિ પર્વ નિમિતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ, જિટોડીયા, લાંભવેલ, કાસોર, રતનપુરા સહિીત આજુ-બાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિ ભકતો ઉમટી પડતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...