તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SPના વિરોધમાં આત્મવિલોપનની ચીમકીને લઈ પોલીસ તંત્ર એલર્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા મકરંદ ચૌહાણની કામગીરીથી નારાજ એડવોકેટ અને સામાજિક કાર્યકરે જિલ્લા પોલીસ વડાની બદલી કરવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ કરી હતી. અને જો તેમ નહીં કરવામાં આવે તો તેઓ આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

એડવોકેટ વિજય મકવાણા અને સામાજિક કાર્યકર જયેશ મેકવાન દ્વારા અગાઉ પણ ચીમકી ઉચ્ચારી કેરોસીન છાંટવામાં આવ્યું હતું. જોકે, સતર્ક પોલીસે બંનેના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા હતા. દરમિયાન તેઓએ 25મી ફેબ્રુઆરી સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. અને જો ત્યાં સુધી બદલી નહીં થાય તો તેવા સંજોગોમાં તેઓ કલેક્ટર કચેરીમાં આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે 26મી ફેબ્રુઆરીના રોજ કલેક્ટર કચેરીના બંને ગેટ સામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે, મોડી સાંજ સુધી બંને જણા ફરક્યા નહોતા. જેને પગલે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો