તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાઇપલાઇન લીકેજ થતાં આગ : તંત્ર દોડતું થયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદના અક્ષર ફાર્મ પાછળ ખુલ્લી જગ્યામાંથી પસારથતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની પાઇપ લાઇન લીકેજ થતાં પાઇપ લાઇનમાં આગ લાગી હોવાનો સંદેશો જિલ્લા કલેકટર કંટ્રોલરૂમને મળતાં આણંદ ફાયરબ્રિગેડના લાશ્કરો તેમજ પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

આણંદના અક્ષરફાર્મ પાછળના ખેતરમાંથી પસાર થતી ઇન્ડિયન ઓઇલ કંપનીની લાઇનમાંથી જવાળાઓ નીકળતી જોઇને લોકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.અને લોકોએ જિલ્લા કલેકટર તથા પાલિકાને જાણકરતાં ફાયરબ્રિગેડના ચીફ સુપ્રિટેન્ડેન્ટ ધર્મેશ ગોર સહિતના અધિકારીઓ તેમજ 108 ની ટીમ ઘટનાસ્થળે દોડી ગયા હતા.તાત્કાલિક આગ બુઝાવી હતી.તેમજ પાઇપ લાઇનનું સમારકામ કરવામાં આવ્યું હતું.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપ્યુટી જનરલ મેનેજરે ઘટના મોકડ્રિલ હોવાની જાહેરાત કરી હતી.આ અંગે એસ.કે સિંહાએ જણાવ્યું હતું કેસ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન પ્રશ્વિમ ક્ષેત્ર પાઇપલાઇન બારેજા અને કોયલી પંપ સ્ટેશન દ્વારા આ ઓફસાઇટ મોકડ્રિલનું આયોજન કરાયું હતું.જેના કારણે જો આકસ્મિક સંજોગોમાં આગની ઘટના બને તો આસપાસના લોકોએ સૌ પ્રથમ શું ધ્યાન રાખવું જોઇએ કઇ સાવચેતી રાખવીજોઇએ,તે અંગે જનજાગૃતિ લાવવા માટે મોકડ્રિલ યોજવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો