તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચરોતરના વાતાવરણમાં પલટો : મોડી સાંજે બોરસદ કણજરીમાં છાંટા પડ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

તમાકુ અને શાકભાજીને નુકસાનની વકી
આણંદ - ખેડા જિલ્લાના વાતાવરણમાં સોમવારથી આવેલો પલ્ટો મંગળવારે પણ યથાવત રહ્યો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે હાલમાં જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે.

આગામી બે દિવસ સુધી વાદળછાયા વાતવરણ વચ્ચે છુટાછવાયા માવઠાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જ્યારે ભારે માવઠું થાય તો શાકભાજી,તમાકુ અને કઠોળના પાકને નુકસાન થઇ શકે છે.

સોમવાર મોડી રાત્રે આણંદ, નડિયાદ, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, તારાપુર સહિત ચરોતર પંથકના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાંપટા પડ્યાં હતાં.આમ મંગળવારે આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 17.5 ડિગ્રી તથા મહત્તમ તાપમાનનો પારો 31.5 ડિગ્રીએ પહોચ્યો હતો. આ સાથે અગામી દિવસોમાં ગુજરાતના દરિયાની સપાટી પર સર્જાઇ રહેલા અપર એર સરક્યુલેશનના કારણે અગામી 28મી ફેબ્રુઆરી સુધી ચરોતર પંથકમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપંટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નડિયાદ શહેરમાં સહિત જિલ્લામાં મંગળવારે સાંજમાં તેજ પવન ફુંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. આ ઉપરાંત કણજરીમાં કમોસમી વરસાદના છાંટા પડ્યાં હતાં. આ ઉપરાંત આણંદના બોરસદના કાંઠાગાળા વિસ્તાર, સારસા ગામ નજીક વરસાદના છાંટા પડ્યાં હતાં.

ચરોતરમાં હાલ તમાકુનો પાક તૈયાર થવા આવ્યો છે.ત્યારે સતત 15 મિનિટ સુધી માવઠુ થાય તો તમાકુના પાનનો કસ ઉતરી જતાં તમાકુની ગુણવતા જળવાતી નથી તેમજ શાકભાજીના પાકને અસર થયાવી સંભાવના વર્તાઇ રહી છે.

સપ્તાહ દરમિયાન તાપમાનનાે પારો
તારીખ લઘુત્તમ મહત્તમ

20મી ફેબ્રુઆરી 13 32

21મી ફેબ્રુઆરી 17 36

22મી ફેબ્રુઆરી 16.5 31.5

23મી ફેબ્રુઆરી 14 32

24મી ફેબ્રુઆરી 13.5 31

25મી ફેબ્રુઆરી 12 30.5

26મી ફેબ્રુઆરી 17.5 31.5

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો