તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપને જીતાડવા હાંકલ કરતાં પરસોતમ રૂપાલા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશના સૈનિકોએ એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે.તેમ ભાજપને જીતાડવા માટે આપણે પણ મત રૂપી સ્ટ્રાઇક કરીને યોગદાન આપવા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ આણંદ અને સોજીત્રા ખાતે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલની ચૂંટણી સભાને સંબોધતાં જણાવ્યું હતું.

વધુમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, લોકશાહીનું પહેલું પગથીયું એટલે ગ્રામપંચાયતો જે સમગ્ર ભારતમાં હાર્દ કહેવાય જેને ભાજપની સરકારના વડાપ્રધાન નરેન્દ્વમોદીએ કિસાનોના ખાતામાં સીધા પૈસા જમા કરાવ્યાં છે.આ ઉપરાંત ગરીબ પરિવારોને પણ વિવિધ યોજના હેઠળ સીધા નાણાં ખાતામાં જમા કરાવ્યાં છે. જેના કારણે આજે દેશના ગામડાઓનો વિકાસ વધી ગયો છે. જે આજ સુધી કોગ્રેસની સરકારમાં આવો કોઇ વિચાર આવ્યો ન હતો.તેઓએ વધુમાં કોગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાહુલગાંધી પોતાની ચૂંટણી સભાઆેમાં અને કોગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પણ તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો અમે સરકારમાં આવીશું તો ઇન્ડીયન પીનલ કોડની રાજદ્વોહની કલમ દુર કરીશું . જે તેમની માનસિકતા બતાવે છે.તેનાથી કોનો ફાયદો થવાનો છે. આ પ્રંસગે જિલ્લા પ્રભારી અમિત શાહ, ભાજપ પ્રમુખ મહેશભાઇ પટેલ, મહામંત્રી છત્રસિંહ જાદવ તથા સોજીત્રા તાલુકાના સરપંચ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...