તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાલ સમાજ આણંદ દ્વારા દસમો સમૂહલગ્નોત્સવ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પંચાલ સમાજ આણંદ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લાંભવેલ ખાતે 10મો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. ત્યારે સમાજના 12 જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સમુહલગ્ન નિમિતે પંચાલ સમાજ આણંદ દ્વારા પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી બે મીનીટ મૌન પાડવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ લાંભવેલ હનુમાન મંદિર ખાતે પંચાલ સમાજ આણંદ દ્વારા 10મો સમુહલગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. બાળલગ્ન અટકાવવાના ભાગરૂપે તમામ યુગલોના મેરેજ સર્ટીના કાગળોમાં સહી પણ કરવામાં આવતી હતી. આ પ્રસંગે નવ યુગલોને કરમસદ સંતરામ મંદિરના સંત મોરારીદાસ મહારાજ, વિનોદચંદ્ર મહારાજ, ખોડિયાર મંદિર વરસડા (લાંભવેલ) સહિત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિતઆર્શીવચન પાઠવ્યા હતા. સમુહલગ્નોત્સવ પ્રસંગે સમાજના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ પંચાલ, ટ્રસ્ટી રસીકભાઈ પંચાલ, મનહરભાઈ પંચાલ (અમદાવાદ), નટુભાઈ પંચાલ, મુકેશભાઈ પંચાલ (વિદ્યાનગર), લાલજીભાઈ પંચાલ, સુનીલભાઈ પંચાલ સહિત સમાજના યુવાન કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમુહલગ્નોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો