જિલ્લામાં 349 પૈકી 239 ગામોમાં પીવાના પાણી માટેની પોતાની સ્વતંત્ર યોજનાઓ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લાના 349 ગામોની 20.92 લાખની વસ્તીને પુરતાં પ્રમાણમાં પાણી મળી રહે તે માટે પાણીપૂરવઠા વિભાગ દ્વારા અગાઉથી આયોજન કરાયું હતું. તેમજ જળશોસ્ત્રની ખેંચ ન વર્તાઇ તે માટે 239 ગામોમાં પીવાના પાણી માટેની સ્વતંત્ર્ય યોજનાઓ છે. આણંદ જિલ્લાની 10 અને ખેડા જિલ્લાની એક જૂથ યોજના મળીને કુલે 11 જૂથ યોજના હેઠળ જુદા જુદા ગામોનો સમાવેશ કરીને પીવાનું પાણી અપાય છે. આ ઉપરાંત મુગા પશુઓને પાણી મળી રહે તે માટે જિલ્લામાં 503 તળાવમાં પુરાતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની આપૂર્તિ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની વ્યવસ્થાની વિગતો આપતા કા.ઇજનેર સી.એસ.રાઠોડે જણાવ્યં કે, આણંદ જીલ્લાનાં 347 ગામોમાંથી 108 ગામોનો જુથ યોજનામાં સમાવેશ કરેલ છે. તેમાથી 84 ગામોને નિયમીત પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. 20 ગામોનો સમાવેશ ભાલ જૂથ યોજનામાં કરેલ છે. જેનું ટેસ્ટિંગ કામ ચાલે છે. જ્યારે 60 ગામોને મહીસાગર આધારીત મહીસાગર(આણંદ) / મહીસાગર(ઉમરેઠ) તથા મહીકાંઠા(આંકલાવ) જુથ પાણી પુરવઠા યોજનાઓને તાંત્રિક મંજુરી મળેલ છે. આમ 108+20+60 મળી કુલ 188 ગામોને સરફેસ સોર્સ આધારીત પાણી પુરવઠો પુરો પાડવા માટે ટેકનીકલ ક્લીયરન્સ મળેલ છે.

આણંદની વિવિધ યોજના હેઠળ 20.92 લાખ વસ્તીને પાણી પૂરું પાડવા માટે જિલ્લા તંત્ર સક્ષમ
જિલ્લાની કુલ 11 જૂથ યોજના હેઠળ ગામોનો સમાવેશ કરીને પાણી અપાય છે
પીવાના પાણીની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર
રાજ્ય સ્તરે ૧૯૧૬ ટોલ ફ્રી નંબર પીવાના પાણીની ફરિયાદ માટે કાર્યરત છે. જ્યારે કોઇપણ ગામે હેન્ડપંપ કાર્યરત ન હોય તો તાલુકા પંચાયત કાર્યાલય ખાતે હેન્ડપંપ રજીસ્ટરે તુરત નોંધ કરાવવા વિનંતી કરાઇ છે.

વિગત સંખ્યા

જિલ્લાના ગામો 347

વસ્તી(2011) 20,92,745

જૂથ પાણી પૂરવઠા યોજના 10

પા.પુ.યોજનામાં સમાવિષ્ટ ગામો 108

પા.પુ.યોજનામાં પાણી મેળવતા ગામો 87

સરફેસ સોર્સ આધારિત જૂથ યોજના 05

કનેવાલ સિંચાઇ તળાવ આધારિત ગામો 37

પરીએજ સિંચાઇ તળાવ આધારિત ગામો 13

પાતાળકૂવા આધારિત જૂથ યોજના 05

પાતાળકૂવા મારફત પાણી મેળવતા ગામો 33

પરીએજ જૂથ યોજના આધારિત ગામો 04

પા.પુ.યોજનાના ગામો 239લ્લામાં પાતાળકૂવા 641

મીની પાવર પેકેજની સંખ્યા 274

જિલ્લામાં કાર્યરત હેન્ડપંપ 3636

હાઉસ હોલ્ડ કનેકશન 282436

અન્ય સમાચારો પણ છે...