તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીવીએમ ખાતે ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીસનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારુસેટ વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે IEEE TEQIP-III SSIP અંતર્ગત નેશનલ સિમ્પોિઝયમ ઓન ફ્યુચરિસ્ટિ ટેક્નોલોજીસનું આયોજન તા.3 થી 4 ઓકટોબર સુધી કરવામાં આવ્યું છે. જેનો ઉદ્દેશ્ય અલગ અલગ રાજ્યોની એન્જીનીયરીંગ કોલેજમાંથી આવેલા વિદ્યાર્થીઓને રિમોટ સેન્સિંગ અને સ્પેસ ટેકનોલોજીસ, મોબાઇલ એન્ડ સાયબર સિકયુરી 5G ટેકનોલોજીસ, ઇલેક્ટ્રિક વહેકલ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી સ્માર્ટ બિલ્ડીંગ એન્ડ વિલેજીસ જે તે ક્ષેત્રના તજજ્ઞો જ્ઞાન પુરુ પાડશે.

સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રજિત એન. પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાનું વિઝન ટુ પ્રોડયુસ ગ્લોબલી એમ્પલોયેબલ ઇનોવોટિસ એન્જીનીયર્સ વિથ ફોર વેલ્યુઝને અનુલક્ષીને વિદ્યાર્થીઓને જે તે ક્ષેત્રમાં રિસેન્ટ ટેકનોલોજિકલ ડેવલપમેન્ટથી માહિતગાર કરી શકાય તે માટે ઉપરોકત આયોજન બીવીએમ ખાતે કરવામાં આવ્યું છે. ડો. શિવ મોહન કે જે ભૂતપૂર્વ પ્રોજેકટ ડિરેકટર (માઇક્રોવેવ) એન્ડ રિમોટ સેન્સિંગ સ્પેશ્યાલિસ્ટ ઈસરો) તથા જે 30 વર્ષનો ઇસરોનો બહોળો અનુભવ ધરાવે છે. તે ઉપસ્થિત રહેશે. ઈલેકટ્રિક વ્હિકલ પર વર્ષોનો અનુભવ ધરાવતા એબીબીના વાઇસ પ્રેસિડેન્ટ તથા પાવર કન્સ્લટીંગ એશિયા-પેસિફિક રીજીયનના બિઝનેસ હેડ નિહાર રાજ ઉપસ્થિત રહેશે. ડિઝાઇન, માસ્ટર પ્લાનિંગ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...