તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં વધુ એક ડેન્ગ્યૂ પોઝિટિવ કેસ: કુલ 90 કેસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ જિલ્લામાં છેલ્લા બે માસમાં ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદ શહેર માં ડેન્ગ્યૂના વધુ 1 કેસો ડેન્ગ્યુ પોઝેટીવના કેસ મળી આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. તંત્ર દ્વારા શહેરમાં બિન આરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ કરતી લારીઓ અને દુકાનો બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી છારીએ જણાવ્યું હતું કે, આણં શહેરમાં વધુ 1 ડેન્ગ્યુના કેસો પોઝીટવ મળી આવ્યાં છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવી સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. અને ડોર ટુ ડોર ટીમો દ્વારા દવા છંટકાવ, ડેન્ગ્યુ જેવા મચ્છરજન્યો રોગથી બચવા માટે દવાઓનું વિતરણ સહિત વિવિધ વિસ્તારોમાં ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 90 કેસ મળી આવ્યા છે. તેમાં છેલ્લા બે માસમાં 61 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. પેટલાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જયારે આણંદમા ગંગદેવનગર, સાંઇબાબા મંદિર પાસે ડેન્ગ્યુના વધુ કેસ નોંધાય હોવાથી હાઇરિસ્કમાં સમાવેશ કરવામા આવ્યો છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં મચ્છર નાબુદી માટે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.તેના કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...