સોમવારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશશે

માન્યતા

DivyaBhaskar News Network | Updated - Jan 13, 2019, 02:20 AM
Borsad News - on monday the sun enters the zodiac sign into the zodiac sign 022028
ધનુરાશિમાંથી સૂર્ય સોમવારે સાંજે મકરરાશીમાં પ્રવેશ છે. આ પર્વને મકરસંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બોરસદના સૂર્ય મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર ભારતમાં સૂર્યમંદિર ઘણા આવેલ છે પરંતુ મોટા સૂર્યમંદિર માત્ર 3 જ આવેલ છે જેમાં ઓરિસ્સા ખાતે આવેલ કોણાર્ક સૂર્યમંદિર, ગુજરાતમાં મોઢેરા ખાતે અને આણંદના બોરસદમાં સૂર્યમંદિર આવેલ છે. બોરસદ સૂર્યમંદિર ખાતે 1986થી દર વર્ષે 15મેના રોજ બપોરે 12:39 મિનિટે મંદિરનું શિખર ખોલી સૂર્યના કિરણ સીધા ભગવાનની મૂર્તિ પર પાડવામાં આવે છે. બોરસદ ખાતે 05મી મે 1986ના રોજ સૂર્યમંદિરની સ્થાપના કરવામાં આવી હતી.મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓને રહેવા જમવાની વ્યવસ્થા પણ બારેમાસ કરવામાં આવે છે.

ઉત્તરાયણમાં પતંગ ચગાવતા આટલી તકેદારી રાખવી

પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખવી

સવારે 6 થી 8 અને સાંજે 5થી 7ના પતંગ ન ચાગાવવા

ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઇએ.

ઢાળવાળી મકાનની છત પરથી પતંગ ન ચગાવવી

કપાયેલી પતંગ લેવા કે પકડવા દોડવું નહીં.

વીજળીના તારમાં ફસાયેલા અને સબસ્ટેશનમાં પડેલા પતંગને પાછો મેળવવાની લાલચ ન રાખવી, ગીચ વિસ્તરોમાં પતંગ ચગાવવી નહીં.

અન્ય મુશ્કેલીમાં આણંદ જિલ્લા માટેના કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નંબર 02692-269885 કે ઇમરજન્સી ટોલ ફ્રી નંબર 100 / 101 / 108 ઉપર સંપર્ક કરવાે.

સૂર્ય ઉત્તર દિશામાં નમતા ઉત્તરાયણ કહેવાય છે

14 જાન્યુઆરીના રોજ સાંજે 7:52 મિનિટ પર સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થશે. સૂર્ય આ સ્થિતિમાં 15 જાન્યુઆરીને બપોરે 12 વાગ્યા સુધી રહેશે. મકરસંક્રાતિ પર સૂર્યના ઉતરાયણ હોવાથી ખરમાસ સમાપ્ત થઈ જાય છે તે પછી માંગલિક કાર્ય પ્રારંભ થઈ જાય છે. આ વખતે મકર સંક્રાતિ પર સૂર્યના શત્રુ કેતુ પહેલાથી જ મકર રાશિમાં બેસેલો છે.સૂર્ય એક રાશિમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે.

50થી વધુ દેવીદેવતા, સંતોની મૂર્તિઓને સ્થાન

મંદિરમાં સૂર્યનારાયણદેવ સહીત 50થી વધુ દેવી દેવતાઓ ,સાધુ સંતોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.35 થી વધુ મંદિરો પટાંગણમાં આવેલ છે.મંદિરના પ્રવેશદ્વારે નવગ્રહ દેવની મૂર્તિઓ શણગારવામાં આવી છે.જયારે મંદિરની ચારેતરફ દીવાલ પર ચારે દિશાના રાશિ દેવતાઓના યંત્રોની સ્થાપના કરવામાં આવી છે.

X
Borsad News - on monday the sun enters the zodiac sign into the zodiac sign 022028
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App