તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસભા ચૂંટણી લીધે ગુજકેટ પરીક્ષા 23ને બદલે 26 એપ્રિલે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શિક્ષણ બોર્ડ દ્વારા એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગ-ફામર્સી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા લોકસભાની ચૂંટણીના પગલે 23 એપ્રિલને બદલે 26 એપ્રિલ રખાઇ છે. આણંદ જિલ્લામાંથી કુલ 6,990 વિદ્યાર્થી પરીક્ષા આપનાર હોઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગુજકેટ-2019ની પરીક્ષા 23મી એપ્રિલનુ રોજ બોર્ડ દ્વારા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ 10-03-19ના રોજ લોકસભાની ચૂંટણી જાહેર થતાં વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાના કાર્યક્રમમાં પુન: ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તે પરીક્ષા 23મી એપ્રિલનુ બદલે 26મી એપ્રિલનુ રોજ લેવામાં આવનાર છે. આણંદ જિલ્લામા ચાલુ વર્ષેકુલ 6,990 વિદ્યાર્થીએ પરીક્ષા આપનાર છે. ત્યારે ગત વર્ષ 5700 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાલક્ષી તડામાર તૈયારીઓ પણ અત્યારથી આરંભી દેવામાં આવી છે.ઁ

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના પગલે રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ તેમની ફાળવી દેવાતાં પરીક્ષામાં અનુકૂળતા જળવાઇ રહે તેવા હેતુથી ગુજકેટની પરીક્ષા પાછી ઠેલવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...