તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉંદેલના લવજેહાદ પ્રકરણમાં પોલીસની ભૂમિકા પ્રત્યે રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાત તાલુકાના ઉંદેલ ગામની હિન્દુ યુવતીને મુસ્લિમ સમાજનો યુવક ભગાડીગયો છે. આ કેસમાં ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડાભી અસામાજીક તત્વોની તરફેણ કરીને યુવતીના પરિવારને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. તેમની આ કામગીરીથી ગ્રામજનોએ અસંતોષ વ્યકત કર્યો હતો. ગ્રામજનોએ ભેગા મળીને આણંદ જિલ્લા પોલીસ વડા મકંરદ ચૌહાણને આવેદનપત્ર આપીને બદલી કરવાની માંગ કરી છે.

ખંભાત તાલુકાના ઉંદેલ ગામની હિન્દુ સમાજની દિકરીને મુસ્લિમ યુવકે પોતાની જાળમાં ફસાવીને ભગાડી ગયો છે. જે અંગે ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં ખંભાત રૂરલ પોલીસ કોઇ કાર્યવાહી કરી નથી. કાર્યવાહી કરવાની બાજુ રહી પણ પીએસઆઇ દ્વારા આવા તત્વોને છાવરવામાં આવે છે. તેમજ ઉંદેલના નામ બુટલેગર સાગર ચાવડા મોરેસલામ ગરાસીયા સામે વિદેશી દારૂના ત્રણ કેસોમાં જામીન પર અને બીજા ફરિયાદો અને નામચીન બુટલેગર સામે યુવરાજ સિંહ તથા યુનુસ તત્વોની ચરમપોસી કરે છે.શુક્રવારે ઉંદેલના ગ્રામજનોએ જિલ્લા પોલીસવડા મંકરદ ચૌહાણને આવેદનપત્ર આપ્યુહતું.જેમાં જણાવ્યું હતું કે, ખંભાત રૂરલના પીએસઆઇ નશામાં ચકચુર રહે છે. તેમજ તેમની એક માસની કોલ ડીટેલ તપાસવામાં આવે,હિન્દુ દિકરીને ફસાવવા માટે બનાવવામાં આવેલા પેપર્સ,સોગંદનામા, લગ્નસર્ટીનીતાત્કાલિક ખરાઇ કરાવવામાં આવે તેમજ પીએસઆઇ ડાભીને તાત્કાલિક બદલી કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...