ઓડ, સીલવાઇ અને ડાલી પાસે 3 અકસ્માત : 3ના મોત

Anand News - ode silvai and dal have 3 accidents 3 dead 020233

DivyaBhaskar News Network

Feb 12, 2019, 02:02 AM IST
આણંદ જિલ્લામાં તાજેતરમાં ઓડ ચોકડી, સીલવાઇ ચોકડી અને ડાલી રોડ પર જુદા જુદા માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણ વ્યકિતના મોત નિપજ્યા હતા.જે અંગે જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

પ્રથમ બનાવ ઉમરેઠ-સારસા રોડ ઓડ ચોકડી પાસે રેલ્વે બ્રીજ પરથી પસાર થતાં ચકલાસી મોતીપુરા વિસ્તારમાં રહેતા નીલકુમાર ગગુભાઇ ઝાલાના સ્કુટરને સામેથી પુરઝડપે આવતી કારે ટકકર મારતાં નીલકુમારનું મોત નીપજ્યું હતું.

બીજા બનાવ સીલવાઇ ચોકડી પાસે બન્યો હતો.જેમાં પાળજ ગામે રહેતા રમેશભાઇ ડાહ્યાભાઇ પરમાર(ઉ.વ.52) શનિવાર સાંજે ચાલીને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પુરઝડપે આવતાં અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ પહોંડાતા ઘટનાસ્થળે મોત નિપજયું હતું.

ત્રીજો બનાવ બોરસદના ડાલી-જીતપુરા રોડ શનિવાર રાત્રે ત્રિકમભાઇ રાયસીંગભાઇ પરમારને રિક્ષાની ટક્કર વાગતાં ઇજાઓ પહોંચી હતી. જેનાથી તેઓને સ્થળ પરજ મોત નીપજ્યું હતું.

X
Anand News - ode silvai and dal have 3 accidents 3 dead 020233
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી