તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાં બનાવટી પાવર ઓફ એટર્નીના આધારે NRI મહિલાની દુકાન પચાવાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સરદાર ગંજમાં આવેલી વર્ષો જૂની દુકાનનો બનાવટી પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી એનઆરઆઈ મહિલા સાથે છેતરપિંડી આચરતા મામલો આણંદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે મહિલાના દિયર અને ભત્રીજા સહિત 4 જણાં વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ આણંદના અને 40 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા 64 વર્ષીય લત્તાબેન રાણાએ ફરિયાદમાં જણાવ્યું કે, પતિ જગદીશચંદ્ર રાણાએ વર્ષ 1987માં સરદાર ગંજમાં દુકાન ખરીદી હતી. એ વખતે તેમણે તેમના ભાઈ હસમુખભાઈ રાણા (મૂળ રહે. યુએસએ)ને દુકાન ચલાવવા માટે આપી હતી કે જેથી તેમનો જીવનનિર્વાહ ચલાવી શકે. દરમિયાન બીજી તરફ વર્ષ 2000માં હસમુખભાઈ રાણા પણ યુએસએ આવતા તેમણે સમગ્ર દુકાનનો પાવર ઓફ એટર્ની તેમના પુત્ર મીહિર હસમુખ રાણાને આપ્યો હતો. આમ, મીહિર અને હસમુખ રાણાએ લત્તાબેન રાણાના પાવર ઓફ એટર્નીનો દુરપયોગ કરી વર્ષ 2017માં દુકાન વેચી દીધી હતી. દુકાન વેચાણ આપ્યા બાદ તેના દસ્તાવેજમાં સાક્ષી તરીકે આણંદના વિનોદભાઈ પરમાર અને કલ્પેશ રાણાએ સહી કરી હતી. આ મામલે મહિલાએ ચારેય વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...