તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપનહીં પણ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદ પાલિકા વોર્ડ નં. આઠમાં ખાલી પડેલી સીટની પેટાચૂંટણી યોજવાના પડઘમ શરૂ થઇ ગયા છે. ત્યારે 22 માર્ચે યોજાનાર ચૂંટણીમાં ભાજપના એકપણ ઉમેદવવારે ફોર્મ નહીં ભરતાં કોંગ્રેસ-અપક્ષના ઉમેદવાર વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાશે. ઉમેદવારોએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે.

જે. એસ. દેસાઇએ જણાવ્યું હતું કે, પેટલાદ નગરપાલિકા વોર્ડ નં.આઠના કાઉન્સિલરને સસ્પેન્ડ કર્યા બાદ બેઠક ખાલી પડી હતી. જેનું જાહેરનામુ બહાર પડતા 22મી માર્ચે પેટલાદ વોર્ડ નં.આઠમાં પેટા ચૂંટણી યોજાશે. જેમાં છ બુથ ગોઠવવામાં આવનાર છે. 1200 ઉપરાંત મતદારો મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી વિભાગ દ્વારા ઉભી કરવામાં આવનાર છે.. ભાજપના એકપણ ઉમેદવારે ફોર્મ ભર્યુ નથી. ત્યારે કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યુ છે. 22મી માર્ચે ચૂંટણી યોજાશે. 24 માર્ચના રોજ પેટલાદ મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરાશે.

પેટલાદના વોર્ડ નં. 8 ની 22 માર્ચે ચૂંટણી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો