તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદમાં નારાયણ દેવ મંદિર નજીકના રાજમાર્ગ પર જોખમી ભૂવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરમાં નારાયણ દેવ નજીક આવેલા રાજમાર્ગ પર જોખમી ભૂવો પડ્યો છે. આ માર્ગ સાંકડો છે, ઉપરાંત નજીકમાં જ વળાંક આવેલો છે. તેથી જોખમ વધી જાય છે. રોજના અનેક વાહનો અને રાહદારીઓ ઉપરાંત રખડતા પશુઓ આ માર્ગ પરથી પસાર થાય છે, ત્યારે અકસ્માતનો ભય વધી જાય છે. જ્યાં ભૂવો પડ્યો છે, ત્યાં માત્ર એક લાકડી મૂકીને સંતોષ માની લેવાયો છે. તંત્ર દ્વારા આ ભૂવાને તાત્કાલિક અસરથી રિપેર કરી માર્ગનું સર્ફેસીંગ કરવા કોઇ પગલાં ભરાયા નથી. એટલે તંત્ર અહીં કોઇ અકસ્માત થાય તેની રાહ જોતું લાગે છે !

અન્ય સમાચારો પણ છે...