તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાનગરમાં શ્રીમતી એમ.સી. પટેલ ચારૂસેટ મેડિકલ આઉટરીચ સેન્ટર તરીકે નામાભિધાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજને ઉમદા સ્વાસ્થ્ય સુખાકારીની અણમોલ ભેટ આપવાના શુભ હેતુથી ચારૂસેટ યુનિવર્સીટી અને ચારૂસેટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદમાં શરૂ થયેલા ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટરનો શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ ચારૂસેટ મેડીકલ આઉટરીચ સેન્ટર તરીકે નામાભિધાન સમારંભ વિદ્યાનગર રોડ પર છોટાભાઈ ભીખાભાઈ પટેલ છાત્રાલયમાં નવમી એપ્રિલે યોજાયો હતો.

છાત્રાલયમાં યોજાયેલા સમારંભમાં દાતા દંપતી શ્રીમતી માલતીબેન ચીમનભાઈ પટેલ-કેળવણી મંડળના ઉપપ્રમુખ ચીમનભાઈ એ. પટેલ ઉપરાંત માતૃસંસ્થા-સી એચ આર એફ ના પ્રમુખ નગીનભાઇ પટેલ, સી એચ આર એફના ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ અને સી એચ આર એફ ના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી ધીરૂભાઇ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થાના ખજાનચી પ્રિ.આર.વી.પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી.એમ.પટેલ, સી એચ આર એફ ના જોઇન્ટ સેક્રેટરી દિલીપભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડૉ. પંકજ જોશી, ચારૂસેટ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડૉ. દેવાંગ જોષી સહિત હોદેદારો અગ્રણીઓ, અશોક અને રીટા પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ફીજીયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. એમ. બાલા ગણપતી, સ્ટાફ, વિધાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...