તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાનાં બજારોમાં 10 લાખથી વધુ પ્લાસ્ટિકની પતંગોનો જથ્થો ઠલવાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ શહેર સહિત જિલ્લામાં બે માસ અગાઉ પ્લાસ્ટિકનો પતંગોનો મોટો જથ્થો ઉતરી પડ્યો હતો. સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત દેશની વાતો કરવામાં આવે છે. સ્થાનિક તંત્ર પણ શહેર અને જિલ્લાને પ્લાસ્ટિક મુકત કરવાની વાત કરી રહ્યુ છે. ત્યારે ઉતરાણ પર વેચાતી હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકમાંથી તૈયાર થયેલી પતંગો બાબતે આણંદ જિલ્લા વહીવટી તંત્રએ કોઇ ધ્યાન આપ્યુ ન હોવાનો આક્ષેપ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લામાં હાલ 10 લાખથી વધુ પ્લાસ્ટિકની પતંગોનો જથ્થો ઉતર્યો છે. જે આગામી ત્રણ દિવસ શહેરના માર્ગો પર ઠલવાશે. જેના પર્યાવરણને નુકશાન થવાની સંભાવના છે.

આણંદ સહિત જિલ્લામાં તંત્ર દ્વારા અવાર-નવાર પ્લાસ્ટીક મુકત અભિયાન હેઠળ દુકાનોમાં તપાસ કરીને પ્લાસ્ટીકનો જથ્થો જેવા કે ચ્હાના ગ્લાસ, પ્લાસ્ટીનો કોથળીઓ વગેરે જપ્ત કરીને દંડ વસુલવામાં આવે છે ત્યારે અગામી દિવસોમાં જાહેર માર્ગો ઠલવાયેલી પ્લાસ્ટીકની પતંગો પર્યાવરણને ભારે નુકશાન પહોંચાડશે. તો સરકારી તંત્રએ આ બાબતે અગાઉથી કેમ કોઇ કાર્યવાહી કરી નહી. તેવો પ્રશ્ન પર્યાવરણ પ્રેમીઓ ઉઠાવી રહ્યા છે. આણંદ શહેરના એક દુકાનદારે જણાવ્યું હતું.

પ્લાસ્ટિકની પતંગોમાં 30 માઇક્રોન ઓછી ગુણવત્તાવાળું પ્લાસ્ટિક વપરાય છે
પ્લાસ્ટીકની પતંગમાં મોટેભાગે રીસાયકલ કરેલુ પ્લાસ્ટીક વપરાય છે. જેની ગુણવત્તા 30 માઇક્રોથી પણ ઓછી હોય છે. તે જમીનમાં પડ્યા બાદ વર્ષો સુધી કહોવાતું નથી. અને શહેરની ગટરોમાં પ્લાસ્ટીકના કાગળ ઘુસી જતા ચોકઅપ થવાની સંભાવના રહેલી છે. આમ પ્લાસ્ટીકની પતંગો પર્યાવરણ માટે હાનિકારક છે. પી. એમ. ભોઇ, વેપારી.

પેટલાદ પાલિકા દ્વારા પ્લાસ્ટિકની પતંગોનું રી-સાયકલ કરાશે
પેટલાદ નગરપાલિકા દ્વારા ઉતરાણ પર્વ પર પતંગ રસિયાઓ દ્વારા પ્લાસ્ટીકની પતંગો ચગાવવામાં આવશે અને તે માર્ગો પર પડેલી હશે તો વીણીને અેકત્ર કરવામાં આવશે. ત્યારબાદ રીસાકલીંગ પ્લાન્ટમાં લઇ જઇ તેનું રીસાયકલીંગ કરવામાં આવશે. હિરલબેન ઠાકર, ચીફ ઓફિસર પેટલાદ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો