જિલ્લામાં સ્વાઇન ફ્લૂના વધુ 4 કેસ : આંકડો 24એ પહોંચ્યો

Anand News - more than 4 cases of swine flu in the district figure reached 24 020746

DivyaBhaskar News Network

Feb 11, 2019, 02:07 AM IST
આણંદ જિલ્લામાં સ્વાઇન ફલુના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. જેનું મુખ્ય કારણ ઠંડી છે. રવિવારે લઘુતમ તાપમાન 8 ડીગ્રી સેલ્સીયસ રહ્યું હતું. શનિવારના રોજ કાંતિલ ઠંડી પડતાં જિલ્લા ચાર શખ્સો સ્વાઇન ફલુની ઝપેટમાં આવી ગયા હતા. આમ જિલ્લામાં કુલ આંક 24 પહોંચ્યો છે.જો કે હજુ સુધી કોઇનું મોત થયું નથી.તેમજ મોટાભાગના દર્દીઓ રજા આપી દેવામાં આવી છે.

આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી એમ.ટી.છારીએ જણાવ્યું હતું કે, બે દિવસીથી ઠંડી વધી જતાં લોકો શરીદ,ખાસી સહિતની બિમારી સંપાડય છે.તેમજ લગ્નસિઝન ચાલતી હોવાથી ં વધુ લોકો જતાં હોવાથી સ્વાઇન ફલુનો શિકાર બંને છે.પરંતુ જિલ્લામાં સ્વાઇન ફલુની સારવાર માટેની પૂરતી સગવડ છે. આણંદ શહેરના ગણેશ ચોકડી વિસ્તારમાં રહેતો 17 વર્ષનો યુવક,કરમસદમાં 82 વર્ષની મહિલા,આસોદરમાં 27 વર્ષની યુવતી અને પેટલાદમાં 23 વર્ષનો યુવક સ્વાઇનફલુની ઝપેટમાં આવી ગયા છે. હાલ નવ દર્દીઓને કરમસદ અને આણંદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

X
Anand News - more than 4 cases of swine flu in the district figure reached 24 020746
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી